Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ૭૨ મો વન મહોત્સવ યોજાયો.

Share

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા ૭૨ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ભરૂચના કે.જે.પોલિટેકનિક કોલેજ ખાતે શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દીલિપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આજે ૭૨ મા વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે. દરેક જિલ્લા-તાલુકા કક્ષાએ વનમહોત્સવ યોજીને રાજયમાં વધુને વધુ વાવેતર કરવા માટે સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. મંત્રીએ દેશના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સરાહનીય પ્રયાસોથી રાજ્યના દરેક જિલ્લામાં વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેથી દરેક જિલ્લાઓમાં વાતાવરણ સ્વસ્થ અને સ્વચ્છ રહે. તેઓ તેમનો ઉદ્દેશ હતો.

મંત્રીએ ભરૂચના પનોતાપુત્ર અને સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુન્શીને યાદ કરતાં જણાવ્યું હતું કે, આજથી વર્ષો પહેલા રાષ્ટ્રવ્યાપી વનમહોત્સવ શરૂ કરવા માટેના તેઓ મુખ્ય પ્રણેતા હતા. મંત્રીશ્રીએ વૃક્ષોનો અનેરો મહિમા સમજાવતાં કહ્યું હતું કે, માનવીના જન્મથી લઈને મૃત્યૃ સુધી દરેક ક્રિયાઓમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ રહેલું છે. વૃક્ષો થકી જ જમીનમાં ભેજ સંરક્ષણ અને ફળદ્રુપતા વધારો થાય છે. આપણે ઘરમાં બાળકના જન્મ કે અન્ય પ્રસંગોએ વૃક્ષો વાવવાની દિશામાં ચોક્કસપણે આગળ વધવું પડશે એમ પણ જણાવું હતું. માત્ર વૃક્ષ વાવેતર જ નહીં પરંતુ વૃક્ષોને સંભાળવાની જવાબદારી પણ આપણે સુપ્રેરે નિભાવવી પડશે તેમ જણાવી મંત્રીએ કોરોના કાળમાં આપણને ઓક્સિજનનું મહત્વ સમજાયું છે ત્યારે ઓકિસજન આપનારા વૃક્ષોની જાળવણી કરવી જરૂરી છે. હવામાં ઓક્સિજન પેદા કરવાનું કામ પણ વૃક્ષો જ કરે છે તેમ પણ ઉમેર્યું હતું. મંત્રીએ કેમિકલયુક્ત ટુથપેસ્ટ ન વાપરવાની સલાહ આપતાં બાવળ અને લીમડાના દાતણોનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. કુદરતે આપણને વૃક્ષોમાં ઘણી બધી સંજીવની આપી છે તેમ જણાવતાં મંત્રીએ બાવળ, લીમડાં, લીમડાનું તેલ, પીપળાના વૃક્ષો, તુલસીનું અનેક ઉદાહરણો સાથે અનેરૂં મહત્વ સમજાવ્યું હતું. આપણી ધરતીને વધુને વધુ વૃક્ષોથી આચ્છાદિત કરીને ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવાની હિમાયત પણ મંત્રીએ કરી હતી.

Advertisement

મંત્રીએ જનજાગૃત્તિ, જન સહકાર અને જનભાગીદારીના મિલન થકી આ કાર્યક્રમને ચોક્કસ સફળ બનાવી શકાય છે. દિનપ્રતિદિન અસમતુલન થતાં પર્યાવરણમાં વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ માનવીના જીવન સાથે વૃક્ષોનું અનેરૂં મહત્વ છે. તેમણે વૃક્ષોની ઉપયોગીતા સમજાવી પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર કરી બાળકની જેમ વૃક્ષની કાળજી રાખવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ભરૂચ જિલ્લો વધુ ઔદ્યોગિક ક્ષેત્ર ધરાવતો હોઈ જિલ્લાના દરેક નાગરિકોને પોતાના ઘર આંગણે છોડ વાવીને જતન કરીને પર્યાવરણ જાળવવા જણાવ્યું હતું. ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ભરૂચ જિલ્લાને હરિયાળો બનાવવા માટે લોકો પરંપરાગત વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાની હિમાયત કરી હતી.

આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવનાબેન બી. દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ અવસરે મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે ગ્રામ વન હરાજીથી ઉપજેલ રકમ ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયતને વિકાસના કામો માટે ફાળવવામાં આવેલ તેના ચેકોનું વિતરણ, પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવનાર નારાયણ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્રો એનાયત, જિલ્લામાં વાવેતર, નર્સરી તેમજ ડીઝાસ્ટરની શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વેળાએ મંત્રી તથા મહાનુભાવોના હસ્તે શ્રી કે.જે.પોલિટેકનિક કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષપણા હેઠળ કલગામ જિ.વલસાડ ખાતે રાજ્યકક્ષાના યોજાયેલા વન મહોત્સવ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા, તાલુકા પંચાયતના પ્રમુખ મોનીબેન પટેલ, આગેવાન પદાધિકારીઓ, અધિકારીગણ, વન વિભાગના અધિકારીઓ, એન.સી.સી.ના કમાન્ડ, એન.સી.સી.ના વિદ્યાર્થીઓ, પ્રગતિશીલ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

રાજકીય હવા બદલતો એક નિર્ણય-મોદી નો માસ્ટરસ્ટ્રોક કહો કે મૅજીક… સવર્ણોને ૧૦% અનામત-શુ ચૂંટણીઓ વહેેલી આવશે..??

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક સ્વાસ્થ્ય શિબિર યોજાયો.

ProudOfGujarat

કેરાલાથી પાર્લામેન્ટ દિલ્હી સુધીની સાયકલ યાત્રા અંકલેશ્વર આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!