Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાજપનો પ્રચાર કરવા આવતો નહીં કહી શખ્સે માતા-પુત્રને ફટકાર્યા

Share

વાગરા તાલુકાના કલમ ગામે બનેલી ઘટના

। ભરૂચ ।

Advertisement

વાગરા તાલુકામાં કલમ ગામે રાજકિય બાબતે ઝથડો થયો હતો. એક શખ્સ ભાજપનો પ્રચાર કરવા અમારા ફળિયામાં આવતો નહીં તેમ કહીં ઝથડો કરી માતા-પુત્રને માર મારી ઈજાઓ પહોંચાડી હતી .ઈજાગ્રસ્તોને સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી હુમલાખોરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

વાગરા તાલુકાના કલમ ગામે આવેલાં સ્કૂલ ફળિયામાં રહેતાં અનિશાબેન સિકંદર સણવી ગામમાં દરબાર ફળિયામાં આવેલી મારવાડીની દુકાને સામાન લેવા ગયાં હતાં. તે વેળો તેમનો પુત્ર મોહંમદ ફૈઝ ત્યા નજીક જ તેની બાઈક લઈને ઉભો હતો. અરસામાં દરબાર ફળિયામાં રહેતો ઈકબાલ સુલેમાન સાધુ તેની રીક્ષા લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે અચાનક મોહંમદ ફૈઝ પાસે જઈ તું આજકાલ ભાજપનો ઝંડો લઈને બહું ફરે છે. અને આખા ગામમાં પ્રચારમાં જાય છે. તેમ કહી તેમની તકરાર કરવા સાથે અમારા ફળિયામાં ભાજપનો કોઈ પ્રચાર કરવા આવતો નહીં તેમ કહીં તેની સાથે ઝઘડો કરી તેની સાથે ઝપાઝપી કરી નીચે પાડી દઈ તેને લાતો મારવા લાગ્યો હતો. જેના પગલે અનિશાબેને ત્યાં પહોંચી પુત્રને બચાવવાનો પ્રયાસ કરી ઈકબાલને કહેવા જતાં તેણે રીક્ષામાંથી લોખંડનું પાળીયું કાઢી તેનાથી તેમના પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અરસામાં આસપાસના લોકોએ દોડી આવી બન્નેને બચાવી સારવાર માટે વાગરા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

રાજપીપળા : બોરીદ્રા શાળાના બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ રજૂ થયાં.

ProudOfGujarat

ભરૂચ–અંકલેશ્વરમાં ફરી માવઠાનો મારો : સવારના સમયે કમોસમી વરસાદ, ઠંડક વધતા ખેડૂતોમાં પાક નુકસાનની ચિંતા

ProudOfGujarat

જામનગરમાં ભોય સમાજ કેવી રીતે ઉજવે છે હોલિકા મહોત્સવ, જાણો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!