Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ ૩૭૮ સંવેદન-અતિ સંવેદનશીલ વિસ્તાર જાહેર કરાયાં

Share

 

અતિસંવેદન શીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ, સ્પેશિયલ ફોર્સ પણ સતર્ક

Advertisement

। ભરૂચ

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને એકંદરે આખરી ઓપ આપી દેવાયો છે. ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લાના સંવેદન અને અતિ સંવેદન શીલ વિસ્તારોની સ્ફટિની કરી આ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ હાલમાં ઉમેદવારો પચાર પ્રસારમાં ઊતયાં છે. મતદારોને રિઝવવા માટેના અંતિમ દિવસોમાં ઉમેદવારો સામ, દામ, દંડ, ભેડ સહિતના તમામ પાસાઓ અપનાવશે. ત્યારે આ વચ્ચે જિલ્લામાં કોઈ પણ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ પેટ્રોલીંગ ચાલી રહ્યું છે. ત્યારે જિલ્લામાં ચૂંટણીના સમયે પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. ચૂંટણી વિભાગે જિલ્લામાં ૩૭૮ જેટલાં સંવેદન-અતિસંવેદન શીલ વિસ્તારો નક્કી કર્યા છે. જેમાં જિલ્લાની ૪ નગરપાલિકામાં ૪૮ તેમજ જિલ્લા-તાલુકા પંચાયત વિસ્તારમાં ૩૩૦ વિસ્તારોને સંવેદન-અતિસંવેદનશીલ વિસ્તારમાં નોંધ કરાયાં છે. આ વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત રાખવા સાથે સ્પેશિયલ ફોર્સના જવાનોને પણ કાર્યરત કરવાની કવાયત હાથ ધરાઈ છે.

ભરૂચ જિલ્લામાં યોજાનારી ચૂંટણીને લઈને જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો તેમજ ૯ તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો માટે ૧૧૩૪ મતદાન મથકો નક્કી કરાયાં છે. જેમાં ૪,૪૩,૯૬૬ પુરુષ તેમજ ૪,૨૩,૫૩૩ સ્ત્રી તથા ૧૯ અન્ય સહિત કુલ ૮,૬૭,૫૧૮ મતદારો મતદાન કરશે. જ્યારે જિલ્લાની ૪ નગરપાલિકાના કુલ ૩૩ વોર્ડમાં ૧૩૨ સીટ માટે ૨૧૯ મતદાન મથક પર ૧,૧૦,૬૫૩ પુરૂષ અને ૧,૦૮,૩૩૨ સ્ત્રી અને ૧૯ અન્ય મતદાર એમ મળી કુલ ૨,૧૯,૦૦૪ મદારો મતદાન કરશે.


Share

Related posts

લેડિઝ સર્કલ 113 દ્વારા સોશિયલ એક્ટિવિટી

ProudOfGujarat

સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કમાં વિદેશી પ્રાણીઓ લાવવાનો પ્રયોગ નિષ્ફળ : ઝીબ્રાનું મોત, ગર્ભવતી સિંહણની તબિયત લથડી.

ProudOfGujarat

વલસાડ : પ્રફુલભાઈ શુકલની 816 મી ભાગવત કથામાં આજે નૃસિંહ પ્રાગટય ઉત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!