Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મુલદ ટોલ પર ગુંડા તત્વોને રાખી વાહનચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ

Share

 

એક ટેમ્પો પર બળજબરીથી ટોલનો કર્મી ચઢી જતાં ચાલકે તેને લટકતી હાલતમાં વાહન ભગાડયાનો વિડીયો વાયરલ

Advertisement

ટોલબુથના કોન્ટ્રાકટર પર વિરૂધ્ધ કાર્યવાહી થાય, તેનો કોન્ટ્રાક્ટ રદ થાય તેવી માંગ

 

। ભરૂચ !

ભરૂચ નેશનલ હાઈવે પર આવેલાં મુળદ ટોલનાકા પર કોન્ટ્રકરના માણસો દ્વારા મોટા વાહનોને હેશન કરવામા આવતી હોવાની બૂમો ઉઠી રહી છે. ત્યારે રાજેશ ભોળાભાઈ રામાણીએ પોલીસમાં અરજી આપીને આક્ષેપ કર્યો છે કે, ભરૂચના મુલદ-માંડવા ટોલટેક્ષ પર ફરજ બજાવતાં સ્થાનિક અને પરપ્રાંતિય કમીઓ ગેરકારેવદે રીતે ઉપરાણી કરે છે. તેમજ કેટલાંક કિસ્સામાં ચાલું વાહનમાં ઉપર ચઢી જતાં હોવાને કારણે જીવલેણ અકસ્માતનો ભય રહે છે. ત્યારે તેઓ દ્વારા કાયદા વિરુદ્ધ જઈ ગેરકાયદે રીતે કરાતી નાણાંકિય વસુલાત અને ગેરવર્તણુંક તેમજ પાકધમકીઓ આપવા બદલ તેમની સામે કાર્યવાહી થાય તેવી માં ગકરી છે.

સુરતના વતની અને સામાજિક સેવા સાથે સંકળાયેલાં રાજેશ રામાણીએ ભરૂચ હાઈવે પરના મુલદ-માંડવા ટોલ નાકા પર થઈ રહેલા ગેરવહિવટને લઈને પોલીસમાં અરજી આપી છે. તેમણે આક્ષેપ કર્યા છે કે, ટોલટેક્સ પર કામ કરતાં પરપ્રાંતિય તેમજ સ્થાનિક કમીઓ દ્વારા વાહન ચાલકો સાથે અભદ્ર ભાષામાં વર્તન કરી તેમની પસો નેશનલ હાઈવે કી વસુલાતના નિયમો વિરુદ્ધ ઓવરલોડના બહાને વાહન ચાલકો પાસેથી બળજબરીથી વસુલાત કરાય છે. જે બીએનએસની કલમ ૩૦૮(૨) બળજબરીથી રૂપિયા પડાવવા તેમજ કલમ ૩૫૧ બેઠક ગુનાહિત ધાકધમકી આપવા સબબ શિક્ષાપાત્ર ગુનો બને છે.

ટોલના કર્મચારીઓ ચાલુ વાહને અકસ્માત સર્જાય તે રીતે વાહન પર ટીંગાઈ જાય છે. ત્યારે આવા સંજોગોમાં દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોન્ટ્રાક્ટરની બને છે. નેશનલ હાઈવે ઓથોરિટીના ૨૦૦૮ના ગેજેટ મુજબ સ્થાનિક વાહનોને રાહત આપી તેમજ નિયત દરો જ વસુલવાનો નિયમ હોવા છતાં આ ટોલ નાકા પર હતા પ્રથા ચાલીરહી હોવાનું સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા જાણીબુઝીને ગુનાઈત ઈતિહાસ ધરાવતાં અસામાજિક તત્વોને નોકરી પર રાખવામાં આવે છે. જેથી સામાન્ય પ્રજામાં ભયનો માહોલ ઉભો કરી શકાય. ઊંઘી માત્ર કર્મચારીઓ જ નહીં મુખ્ય કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ ષડયંત્રના ગુના સબબ કાર્યવાહી કરાવમાં આવે તેવી માંગ કરાઈ છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં ૨૩ જૂનથી ૩ જુલાઇ સુધી ધો.૧૦-૧૨ પૂરક પરીક્ષા યોજાશે

ProudOfGujarat

ભરૂચ : દહેજની વેલસ્પન કંપનીની બહાર આંદોલન પર બેઠેલા કામદારોની વ્હારે આવ્યા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રણા…!

ProudOfGujarat

સુરેન્દ્રનગર : થાનગઢ નગરમાં રેલ્વે ક્રોસિંગ ફાટક બંધ કરાતા પ્રજાને હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!