Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં પોલીસે દરોડો પાડ્યો : માત્ર 4 લીટર દેશીદારૂ જપ્ત કરી સંતોષ માણ્યો?

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમ ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાં પોલીસને જોઇએ એક શખ્સ ઉતાવળો ચાલતાં જતો હોઇ ટીમે તેને અટકાવી પુછપરછ કરતાં તેનુું નામ જીતેન્દ્ર દિનેશ કાયસ્થ હોવાનું માલુમ પડ્યુું હતું. ટીમે તેની પાસે રહેલી થેલીમાં તપાસ કરતાં તેમાં 20 પોટલીમાં કુલ 800 રૂપિયાની મત્તાનો 4 લીટર દેશીદારૂ મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની કાર્યવાહીને લઇને સ્થાનિકોમાં ચર્ચાએ જાેર પકડ્યું છે કે, જીતેન્દ્ર પાસે દેશીદારૂનો જથ્થો મળી આવ્યો તો પછી પોલીસે તેના ઘરે વધુ મુદ્દામાલ છે કે કેમ તેની તપાસ કેમ નથી કરી? તે જાતે દારૂનો વેપલો કરતો હતો કે પછી કોઇના માટે કામ કરતો હતો?. આ વિસ્તારમાં જ કુખ્યાત બૂટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડીયા ઇંગ્લિશદારૂનો અને તેની માતા દેશીદારૂનો વેપલો કરે છે તો તે તેમના માટે કામ કરે છે કે કેમ? તેવા પણ પ્રશ્ન ઉઠ્યાં છે. બીજી તરફ વિસ્તારમાંં સુનિલ નામનો અન્ય બૂટલેગર પણ દેશીદારૂ વેચે છે ત્યારે આ વિસ્તારમાં આ તમામ બૂટલેગરો સાથે મળીને વેપલો કરે છે? કે પછી તેઓની વચ્ચે આંતરિક સ્પર્ધા શરૂ થઇ છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આજના જમાનામાં દરેક પાસે મોબાઇલ હોય છે. ત્યારે દેશીદારૂ સાથે ઝડપાયેલાં જીતેન્દ્ર પાસેથી મોબાઇલ ન મળવો તે અનેક તર્કવિતર્ક સર્જી રહયાં છે.

ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં પહેલેથી જ બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયા અને તેની માતા દેશી-વિદેશીદારૂનો વેપલો કરી પોતાનું સામ્રાજ્ય જમાવી રહ્યાં છે. ત્યારે નવા બૂટલેગર-ખેપિયાઓના નામો સામે આવતાં અનેક આશંકાકુશંકાઓ સર્જાઇ રહી છે. બબુલ ઉર્ફે દિનેશ તેના પોતાના પર થનારા કેસોને ડાયર્ટ કરવા નવા પન્ટરો ઉભા કરી રહ્યો છે? કે પછી તેની સામે જ નવા બૂટલેગરો ઉભા થઇ રહ્યાં છે?.


Share

Related posts

ભરૂચની દહેજ જીઆઇડીસી માંથી 85,400 લીટર શંકાસ્પદ કેમિકલ જપ્ત કરતી ભરૂચ એસઓજી

ProudOfGujarat

પંચમહાલ:શહેરાના વાટાવછોડાના યુવકનુ ગળામા પતંગની દોરી આવી જતા મોત

ProudOfGujarat

ભરૂચ : આમોદના સરભાણ ખાતે સગીરા સાથે રેપ વિથ મર્ડરનો મામલો, ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!