Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાલુકાના બીઆરસી ઓ તથા જિલ્લાના GSOS માટેના સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યોની બેઠક યોજાઈ

Share

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના નોડલ અધિકારી અને દરેક તાલુકાના બીઆરસી ઓ તથા જિલ્લાના GSOS માટેના સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં GSOS અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ઇચ્છતા ન હોય તથા વિવિધ કારણોસર શાળા છોડી ગયેલ બાળકોને શોધીને ધોરણ ૯ થી ૧૨ નો તેઓ અભ્યાસ કરે તેવા પ્રયત્નો કરવા અંગે ચર્ચા કરવામા આવી અને તે અંગે કરવાની થતી તૈયારીની સમીક્ષા કરાઈ હતી.

Advertisement

૨૦૨૩-૨૪ થી વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં ધોરણ ૯ અને ૧૦ નો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ ) નો અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે GSOS માં રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓના રિજસ્ટ્રેશન માટે ભરૂચ જિલ્લામાં નોડલ અધિકારીની નિમણૂક કરાઈ છે. નોડલ અધિકારીઓ CRC-BRC દ્વારા તમામ પ્રા. શાળાઓની સંપર્ક કરી ચાલુ વર્ષે અથવા એ પહેલા ભણવાનું છોડી દીધુ હોય તેને ધો.૯માં પ્રવેશ અપાવી SSC-IISC સુધી પહોચી તેમા પાસઆઉટ થાય તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા (GSOS ) અંતર્ગત ભરૂચ જિલ્લામાં ધો.૧૦ની પરીક્ષા આપી શકે એ માટે ધો.૯માં રજિસ્ટ્રેશન કરાવાશે.

GSOS માં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અને પાઠયપુસ્તકો તથા અભ્યાસ માટે તમામ સેવા નિ:શુલ્ક રહેશે. તેમજ GSOS ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષા ફી બોર્ડ દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે તે મુજબની રહેશે. દિવ્યાંગ (CWSN) વિદ્યાર્થીઓ અને કન્યાઓ માટે પરીક્ષા ફી માફી રહેશે. આસિસ્ટમમાં ધોરણ.૯થી જ પ્રવેશ આપવા જોગવાઈ કરાઈ છે અને સ્કૂલે આવ ફરજિયાત નથી.

રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તેઓએ સ્ટડી સેન્ટરની શાળાના આચાર્ય અને તાલુકાનાં બીઆરસીશ્રીની સંપર્ક કરવો. તેમ જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્નારા જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

રામ સ્વામી ગુરુકુળ ગાંધી નગરનાં હસ્તે ૧૦૪ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવિઓનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજ્‍યપાલશ્રી ઓ.પી.કોહલીના સાંનિધ્‍યમાં ભરૂચમાં તપોવન સંસ્‍કાર કેન્‍દ્ર રજત જયંતિ મહોત્‍સવ તા.૦૮ માર્ચ – ૨૦૧૮ ગુરૂવારે પ્રારંભ

ProudOfGujarat

ભરૂચના ડી માર્ટ નજીક કાંસ પર પાર્ક કરેલ રીક્ષા અચાનક સ્લેબ તૂટતા કાંસમાં ખાબકી જતા ક્રેન વડે બહાર કઢાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!