Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પોસ્ટલ બેલેટ સુવિધા કેન્દ્ર શરૂ, પ્રથમ દિવસે 120 કર્મચારીઓએ મતદાન કર્યું

Share

ભરૂચ

જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની પ્રક્રિયા અંતર્ગત ભરૂચ જિલ્લામાં ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાન સુવિધા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. મામલતદાર કચેરી, ભરૂચ ખાતે શરૂ કરાયેલ આ સુવિધા કેન્દ્ર દ્વારા ફરજ પર રહેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

પ્રથમ દિવસે જ આ સુવિધા કેન્દ્રમાં નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લામાં ૭ જિલ્લા પંચાયત અને આશરે ૩૦ તાલુકા પંચાયતની બેઠકો માટે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં ૧૨૦ જેટલા ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

આ સુવિધા કેન્દ્રનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા તમામ લાયક મતદારો સરળતાથી, નિષ્પક્ષ અને પારદર્શક રીતે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.

ચૂંટણી તંત્ર દ્વારા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને નિર્ધારિત સમયગાળામાં હાજર રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર આયોજન ભરૂચ જિલ્લા/તાલુકા પંચાયત મતદાર વિભાગ દ્વારા સુચારૂ રીતે હાથ ધરવામાં આવ્યું છે.


Share

Related posts

ભરૂચના સેવાશ્રમ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ

ProudOfGujarat

ખેડામાં પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલી 6 વ્યક્તિઓની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળ (CISF) દ્વારા ઇન્ડકશન સેરેમની યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!