Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાજપીપળામાં ગુજરાતી ફિલ્મ બગાવતનું શુટિંગ:મહેમાન કલાકાર તરીકે બોલીવુડની અભિનેત્રી અનિતા રાજ રાજપીપળામાં.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
 તાજેતરમાં હિન્દી ફિલ્મોમાં રાજપૂત કુળના ઇતિહાસને તોડીમરોડીને રજુ કરવાના આક્ષેપ સાથે પદ્માવત ફિલ્મનો વિરોધ કરાઈ રહ્યો છે.ત્યારે રાજપીપળામાં હાલ એક બગાવત નામનું ગુજરાતી ચલચિત્ર ફિલ્માવવામાં આવી રહ્યું છે,જેમાં હિન્દૂ સંસ્કૃતિનો પુરેપુરો ખ્યાલ રાખી સમાજને સાચી સંસ્કૃતિથી વાકેફ કરાય અને રાજપૂત સમાજની સંસ્કૃતિને પણ આ ફિલ્મમાં સારી દર્શાવવામાં આવી છે.જે ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે બૉલીવુડની આભિનેત્રી અનિતા રાજ હાજર રહી હતી.સાથે રાજપીપળા સ્ટેટના મહારાણી રુક્મણિ દેવી,ફિલ્મ પ્રોડ્યુસર શૈલેષ શાહ, ડાયરેકટર જયેશ ત્રિવેદી સહીત મોટી સંખ્યામાં કલાકારો હાજર રહ્યા હતા.
નર્મદા જિલ્લાના વિવિધ લોકેશન પર ગુજરાતી ફિલ્મ બગાવતનું શૂટિંગ થઇ રહ્યું છે.નામાંકિત ગુજરાતી કલાકારોને ચમકાવતી આ ફિલ્મમાં રાજપૂત સમાજના મોભીની એક કાલ્પનિક વાર્તા રજુ કરવામાં આવી છે.પરંતુ આ વાતમાં રાજપૂત સંસ્કૃતિને આબેહૂબ વર્ણવામાં આવી છે.અને સંસ્કૃતિ વિશે આજની પેઢી સમજી શકે તે વાત વર્ણવવામાં આવી છે.હાલ રાજપીપળામાં એક શૌર્ય ગીત કંડારવામાં આવ્યું હતું જેમાં રાજપૂતોના શૌર્યરૂપી તલવાર બાજી દર્શાવવામાં આવી હતી.આ ફિલ્મ ખોટા નાતજાત અને ભેદભાવથી પર રહી ખોટા રૂઢિરિવાજોનો વિરોધ કરતી ફિલ્મ છે.
આ પ્રસંગે ચરિત્ર અભિતેના રહી ચૂકેલા અને મોટાભાગના ચલચિત્રમાં પોલીસની ભૂમિકામાં આવેલા અભિનેતા જગદીશ રાજની પુત્રી અને બૉલીવુડ અભિનેત્રી અનિતા રાજે બહુચર્ચિત પદ્માવત ફિલ્મ મામલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે સંજયલીલા ભણસાલી એક સારા નિર્દેશક છે. અને તેમની ફિલ્મોં ઘણી સારી હોય છે આ ફિલ્મ પણ સારીજ હશે આગામી 25 તારીખે આ ફિલ્મ રિલીઝ થાય પછી જ વધુ વાત થઈ શકે.રાજપીપલા એક સારી જગ્યા છે ઘણા વખતથી રાજપીપલામાં આવવાની ઈચ્છા હતી તે આજે ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે અહીં આવી ત્યારે પુરી થઈ.

Share

Related posts

આજરોજ નેત્રંગ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાવાઝોડા સાથે છુટોછવાયો વરસાદ ખાબકતા ઠંડકનો અનુભવ થયો હતો

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બારે મેઘ ખાંગા, અનેક સ્થળે મકાનો અને વૃક્ષ ધરાસાઈ થતા, બે લોકો ઇજાગ્રસ્ત તો પાંચ જેટલા વાહનોને નુકશાની.

ProudOfGujarat
error: Content is protected !!