Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત : જર્જરિત બિલ્ડીંગને કારણે કચેરીનું સ્થળાંતર, ઉદ્યોગ સાહસિકોને નવા સરનામે સંપર્ક કરવા અપીલ

Share

 

ભરૂચ : ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીના જૂના બિલ્ડીંગની હાલત જર્જરિત બનતા વહીવટી કારણોસર કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવેથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની તમામ કામગીરી અને પત્રવ્યવહાર નવા સરનામેથી કરવામાં આવશે.

Advertisement

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું નવું સરનામું “શ્રી સદવિદ્યા મંડળ કોલેજ કેમ્પસ, પ્રથમ માળ, એક્સિસ બેન્કની ઉપર, જૂનો હાઈવે નં-૮, ભોલાવ, ભરૂચ – 392001” રાખવામાં આવ્યું છે.

અગાઉ કચેરી કણબીવગા વિસ્તારમાં જૂની મામલતદાર કચેરી નજીક કાર્યરત હતી. જૂના બિલ્ડીંગની હાલત જર્જરિત બનતા સલામતી અને વહીવટી સુવિધાને ધ્યાનમાં રાખી સ્થળાંતરનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગ સાહસિકો અને નાગરિકોને હવેથી નવા સરનામે સંપર્ક કરવા અને નોંધ લેવા અપીલ કરવામાં આવી છે. કચેરીના ઈ-મેઈલ gm-dic-bha@gujarat.gov.in
પર પણ સંપર્ક કરી શકાશે.


Share

Related posts

એક જ પાર્ટી ભાજપાના બે દિગ્ગજો પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા અને સાંસદ મનસુખ વસાવા આમને સામને.

ProudOfGujarat

શહેરા તાલુકામાં ” જયસંચય યોજના -૨૦૧૮” ની શરુઆત પુર્વે લાભી ગામના તળાવ ખાતે ડેમોસ્ટ્રેશન હાથ ધરાયુ.તાલુકામાં આવેલા ૪૦થી વધુ તળાવો ઉંડા કરાશે

ProudOfGujarat

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલની પુત્રીનું ચૂંટણીલક્ષી નિવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!