Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની પૂર્વ પટ્ટીમાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોની ભીડ : અફવાઓ વચ્ચે પેટ્રોલ પુરાવવા લાંબી કતારો, કેટલાક પંપ પર “પેટ્રોલ નથી”ના બેનરો

Share

 

ભરૂચની પૂર્વ પટ્ટીમાં પેટ્રોલ અછતની અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને તવરા રોડ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ લોકો પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા.

Advertisement

માહિતી મુજબ, તવરા રોડ પર આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પર વાહનચાલકોની ભારે અવરજવર જોવા મળી હતી. બીજી તરફ સામે આવેલા ભારત પેટ્રોલ પંપ પર છેલ્લા એક દિવસથી પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાને કારણે “પેટ્રોલ નથી” એવા બેનરો લગાવવામાં આવ્યા હતા. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને નજીકના અન્ય પેટ્રોલ પંપો પર પેટ્રોલ ભરાવવા દોડધામ મચી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પેટ્રોલ ખૂટવાની અફવાઓ સોશિયલ મીડિયા અને મૌખિક ચર્ચાઓથી વધુ ફેલાતા વાહનચાલકો જરૂરીયાત કરતાં વધુ પેટ્રોલ ભરાવવા પહોંચી રહ્યા છે. જેના પરિણામે કેટલાક પંપો પર ટ્રાફિક જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.

જોકે, ઇન્ડિયન પેટ્રોલ પંપના સંચાલકોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી. નિયમિત સપ્લાય ચાલુ હોવાથી ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય બની જશે.

આ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો થતા સામાન્ય જનતા પર વધુ મોંઘવારીનો બોજો વધ્યો છે. વધેલા ભાવોને લઈને લોકોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ કોંગ્રેસે સરકાર પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં ચૂંટણીઓ પૂર્ણ થતા જ હવે પ્રજાની પાસેથી વસૂલી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસે ઇંધણના વધેલા ભાવોને જનવિરોધી નિર્ણય ગણાવ્યો હતો.


Share

Related posts

ભરૂચ:માં રેવા ને રણ બનતી બચાવો અભિયાયનના ભાગરૂપે શુકલતીર્થના પવિત્રધામે જાગૃત નાગરિકોની બેઠક મળી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરના નોબેલ માર્કેટ ખાતે શિવ શક્તિ ટ્રેડર્સના ગોડાઉનમાં જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડતી એનસીબી પોલીસ*

ProudOfGujarat

અંકલેશ્વર ત્રણ રસ્તા શાકમાર્કેટ નજીક દબાણ હટાવતાં હોબાળો : ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલિકાની કાર્યવાહી દરમિયાન વેપારીઓ અને સ્થાનિકોમાં વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!