Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

​સુરતના ભરચક રોડ પર પત્રકારોની ટીમ પર ‘બનાવટી રિકવરી એજન્ટો’ નો ખુલ્લો આતંક: મહિલા રિપોર્ટરની છેડતી, લૂંટનો પ્રયાસ; જાગૃત નાગરિક કાયદેસરની લડત

Share

 

​સુરત :

Advertisement

આર્થિક પાટનગર અને સુરક્ષિત ગણાતા સુરત શહેરમાં હવે પત્રકારો અને મહિલાઓ પણ સુરક્ષિત નથી રહી તેવો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા ઉધના દરવાજા વિસ્તારમાં મીડિયાકર્મીઓ પર પૂર્વઆયોજિત કાવતરું રચી, ફિલ્મી ઢબે પીછો કરી, લૂંટ તથા તોડબાજીના ઈરાદે આતંક મચાવતી એક નકલી રિકવરી એજન્ટોની ગેંગ સક્રિય થઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ગેંગે ડિજિટલ ન્યૂઝ ચેનલ તંત્રી સહિત તેમની ટીમના અન્ય પત્રકારો અને એક મહિલા રિપોર્ટરને ટાર્ગેટ કર્યા હતા.

​આ હિંસક ઘટના અંગે મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સુરત પોલીસ કમિશનર કચેરી દ્વારા અરજી નંબર સીપીએસયુઆર/210526/0089 (અસામાજિક પ્રવૃત્તિ કેટેગરી) હેઠળ સત્તાવાર ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


​ધટનાની વિગત એવી છે કે ગત તા. ૧૮/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે ‘સુરત પબ્લિક ઇશ્યુઝ’ ના તંત્રી દર્શન નથવાણી, અન્ય ૩ પત્રકારો અને એક મહિલા રિપોર્ટર સાથે સત્તાવાર કામ અર્થે ઇકો ગાડીમાં સુરત રેલ્વે સ્ટેશનથી નીકળ્યા હતા. ગાડી જેવી સ્ટેશનથી રવાના થઈ, ત્યારથી જ ગુનાહિત માનસિકતા ધરાવતા કેટલાક અજાણ્યા ઈસમો બે મોટરસાયકલ પર તેમની રેકી (પીછો) કરી રહ્યા હતા.

​પત્રકારોની ગાડી જ્યારે ઉધના દરવાજા પાસપોર્ટ ઓફિસ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ફૂલ ટ્રાફિકની વચ્ચે આ ગુંડાઓએ જીવના જોખમે પત્રકારોની ઇકો ગાડીની આગળ પોતાની મોટરસાયકલો આડી નાખી દીધી હતી. જાહેર રોડ પર ગાડીને આંતરીને આ તત્વોએ ગેરકાયદેસર અટકાયત કરી આતંક મચાવવાનું શરૂ કર્યું હતું.
​ઓળખપત્ર માંગતા જ પિત્તો ગુમાવ્યો: મહિલા રિપોર્ટર સાથે અભદ્ર વર્તન

​ગાડી ઊભી રખાવીને આ શખ્સોએ લૂંટ અને તોડબાજીના ઈરાદે ગાડીની બારીઓ પર જોરજોરથી હાથ પછાડવાનું શરૂ કર્યું અને પોતે રિકવરી એજન્ટ હોવાનો દાવો કર્યો. એક જાગૃત મીડિયા પ્રતિનિધિ તરીકે અને તેમની ટીમે અત્યંત શાંતિપૂર્વક આરબીઆઈ (RBI) ની સત્તાવાર ગાઈડલાઈન મુજબનો ઓથોરિટી લેટર, ડીઆરએસ (DRS) લાયસન્સ કે બેંકનું આઈ-કાર્ડ માંગ્યું હતું.

​આ કાયદેસરના દસ્તાવેજો માંગતા જ નકલી રિકવરી એજન્ટોનો ભાંડો ફૂટી ગયો હતો અને તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. જાહેર રસ્તા પર સેંકડો લોકોની હાજરીમાં આ ગુંડાઓએ પત્રકારોને બિભત્સ ગાળો આપી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે આ નરાધમોએ ગાડીમાં બેઠેલી મહિલા રિપોર્ટર તરફ આંગળી ચીંધી, અત્યંત અશ્લીલ અને અસભ્ય વર્તન કરી, તેઓની ગરિમાને ઠેસ પહોંચાડી છેડતી કરી હતી, જે કાયદાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર અને બિન-જામીનપાત્ર ગુનો બને છે.


​આ આતંક સહન ન થતાં જાગૃત નાગરિક તાત્કાલિક સાંજે ૬ વાગ્યે ૧૧૨ (પોલીસ કંટ્રોલ રૂમ) પર કોલ કર્યો હતો. સુરત પોલીસની તત્પરતાને કારણે ૧૧૨ ની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ વાનની સાયરન સંભળાતા જ આ નકલી એજન્ટો પોતાની બાઈક લઈને ત્યાંથી સરકી ગયા હતા. જો તેઓ સાચા એજન્ટ હોત તો પોલીસને જોઈને ક્યારેય ભાગત નહીં, જે સાબિત કરે છે કે આ કોઈ સંગઠિત ગુનાહિત ગેંગ છે.

​જાગૃત નાગરિક એ ભવિષ્યમાં કોર્ટ ટ્રાયલ દરમિયાન મજબૂત કાયદાકીય પુરાવા રજૂ કરવા માટે પોલીસ સમક્ષ નીચે મુજબની ખાસ માંગણીઓ કરી છે:
* ​CCTV ફૂટેજ સુરક્ષિત કરવા: ઉધના દરવાજા પાસપોર્ટ ઓફિસ અને સ્માર્ટ સિટીના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ તાત્કાલિક જપ્ત કરવામાં આવે જેથી આરોપીઓના ચહેરા અને બાઈકના નંબર સ્પષ્ટ થઈ શકે.
* ​ટાવર ડમ્પ ડેટા એનાલિસિસ: ઘટનાના સમયે (૧૮મીની રાત્રે) તે ચોક્કસ લોકેશન પર કયા શંકાસ્પદ મોબાઈલ એક્ટિવ હતા, તેની ટાવર લોકેશન ડેટાના આધારે તપાસ થાય.

​એક મીડિયા હાઉસના તંત્રી અને પત્રકારોની ટીમ પર જાહેર રોડ પર થયેલા આ આતંક બાદ સુરતના પત્રકાર જગતમાં ભારે આક્રોશ છે. ભોગ બનનારે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગેરકાયદેસર અવરોધ, સ્ત્રીની લાજ લેવાનો પ્રયાસ, તોડબાજી અને ગુનાહિત ધમકીનો ગુનો નોંધી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી છે. પત્રકારોએ પુરાવા રૂપે ઘટના સમયના ફોટોગ્રાફ્સ પણ પોલીસને સોંપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ‘સેફ સિટી’ નું બિરુદ મેળવનાર સુરતની પોલીસ આ નકલી રિકવરી એજન્ટોના આતંકને ક્યારે નાથશે.


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડીનાં ગીતાપાર્ક અને મોટાવાસ વાડી વિસ્તારમાં ચોરી થતાં ચકચાર.

ProudOfGujarat

પ્રકાશનું પર્વ દિવાળી પહેલા જ ગુજરાતના આ ગામમાં ૧૦ દિવસથી અંધારપટ, મુમતાઝ પટેલે દુઃખ વ્યક્ત કર્યું.

ProudOfGujarat

ભાલોદ ગામના રૂંઢ નર્મદા ઓવારેથી અજાણી મહિલાની લાશ મળી આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!