Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટાઈલ્સ ફિટીંગ કરતાં ગરીબ શખ્સના ખાતામાંથી ૧ લાખની ઓનલાઈન ઠગાઈ : ભરૂચના ઝાડેશ્વર ખાતે સાંઈવાડી વિસ્તારમાં બનેલી ઘટના

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચના મક્તમપુર ગામે મહાકાલી ફળિયામાં રહેતાં ઓમકાર શ્રીશંભુ ચૌહાણ ગત ૨૭મી એપ્રિલના રોજ ઝાડેશ્વર સાઈવાડી ખાતે ટાઈલ્સ ફિટીંગ કરવાના કામ પર ગયા હતાં. દરમિયાનમાં તેમના મોબાઈલ પર અલગ અલગ ઓટી આવવા લાગ્યાં હતાં. તેમણે તેમનો ફોન ખોલી શરૂ કર્યો હતો. જોકે, તેમનો ફોન કામ કરતો બંધ થઈ ગયો હતો. જેથી તેમને તેમનો ફોન હેંગ થઈ ગયો હોય તેમ લાગ્યું હતું.

અરસામાં ૧૯મી એપિલના રોજ તેમના મોબાઈલ પર બેન્કનો મેસેજ આવ્યો હતો. જેમાં તેમના ખાતામાંથી ૧ લાખ રૂપિયા ડેબીટ થઈ ગયા હોવાનું જણાવતાં તેમણે બીજા દિવસે તુરંત તેમની સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની પાસબુક લઈને જ્યોતિનગર ખાતે આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં જઈ પાસબુકમાં એન્ટ્રી કરવાતાં તેમના ખાતામાંથી ૧ લાખ રૂપિયા યુપીઆઈના માધ્યમથી ટ્રાન્સફર થયાં છે. તેમણે ધ્યાનમાં આવ્યું હતું કે, તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે. કોઈ અજાણ્યા શખ્સે તેમનો મોબાઈલ હેક કરી તેના આધારે તેમના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી તેમની સાથે ઠગાઈ કરી છે. ઘટનાને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

નબીપુર ગામમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારો રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠયા.

ProudOfGujarat

ફાટટળાવ મ્યુ ગેરેજ પાસેની કેબિનની જમીનના ભાવો વધારતા આવેદન પત્ર પાઠવાયું…

ProudOfGujarat

ભરૂચ તાલુકાના જુના તવરા ગામનાં શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!