Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકા મથકે બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ : તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા પોલીસ દ્વારા સૂચનો

Share

વાંકલ : માંગરોળ તાલુકામાં આગામી દિવસોમાં ઉજવાનાર બકરી ઈદ પર્વને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર માંગરોળ તાલુકા મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ. દેસાઈએ સંભાળ્યું હતું.

બેઠક દરમિયાન ઈદ પર્વ દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુચારૂ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે ગુલામભાઈ માંજરા, અસ્લમભાઈ માંજરા, મહમદ જે.પી., રાજુભાઈ મોદી, માંગરોળ-વાંકલ વેપારી મંડળના આગેવાનો, સોયેબભાઈ, ચંદુભાઈ વસાવા, રાજુભાઈ દેસાઈ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પીઆઈ પી.એમ. દેસાઈએ ઉપસ્થિત આગેવાનોને તહેવાર દરમિયાન પરસ્પર સુલેહ-શાંતિ જાળવી સહકાર આપવા અપીલ કરી હતી.


Share

Related posts

અંકલેશ્વર એરસ્ટ્રીપનો પ્રથમ તબક્કો પૂર્ણ; ગુજરાતનો પાંચમો સૌથી લાંબો રનવે ₹105 કરોડમાં તૈયાર

ProudOfGujarat

ગરૂડેશ્વર ખાતે નવ નિયુક્ત A.P.M.C નું ઉદધાટન કરાયું. ૬૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર નિર્માણ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!