Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં ૪૦ હજારના ગાંજા સાથે એક શખ્સ એસઓજીએ ઝડપી પાડયો પોતાના ઘરમાં જ ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો હતો

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, દહેજના માખણિયા ફળિયામાં રહેતો મનહર રામસંગ ગોહિલ તેના ઘરમાં ગાંજાનો વેપલો કરે છે. જેના પગલે પીઆઈ એ. વી. પામણિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ હરેશ, એએસઆઈ રવિન્દ્ર, હેકો શૈલેષભાઈ ઈશ્વરભાઈ સહિતનાઓની ટીમે તેના ઘરે દરોડો પાડયો હતો.

ઘરમાં ચેકીંગ દરમિયાન તેના ઘરમાંથી કુલ ૩૯,૩૫૦ રૂપીયાની મત્તાનો ૭૮૭ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ટીમે તેની પાસેથી એક મોબાઈલ તેમજ રોકડા ૮૦૦ તેમ ગાંજો ભરવા માટેના નાના પાઉચ મળી કુલ ૫૦ હજારથી વધુનો મુદદામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ગાંજાના વેપલામાં માખણીયા ફળિયામાં જ રહેતું દંપતી દિષક ભીમસંગ તેમજ મીના દિપક મુખ્ય સુત્રધાર હોવાનું માલુમ પડયું હતું. જોકે, તેઓ તેમના ઘરના ઘરે હાજર ન હોવાથી ટીમે તેમને વોન્ટેડ જાહેર કરી ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ દહેજ પોલીસ મથકે જ ફરિયાદ નોંધી હતી. પોલીસે ગુનો નોંધી ઝડપાયેલાં મનહર રામસંગ ગોહિલના રીમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી હતી. જ્યારે દિપક ભીમસંગ અને મીના દિપકને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.


Share

Related posts

ભરૂચમાં નગરપાલિકા કર્મચારીઓના આંદોલનથી પ્રજાને વેઠવી પડશે હાલાકીઓ, પાણીથી લઇ લાઈટ જેવી સેવાઓ રહેશે બંધ.

ProudOfGujarat

શાકભાજી પાકોમાં વધુ ભાવ મેળવવા તથા તેની ટકાઉ શક્તિ વધારવા બાગાયત ખાતાની યોજના શરૂ કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસીમાં 11 માર્ચે ‘નમોત્સવ’નો ભવ્ય કાર્યક્રમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનપ્રસંગો ગીત-સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ થશે, 100 જેટલા કલાકારો આપશે રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!