Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝનોર ગામે પારિવારિક બોલાચાલી મામલે મહિલાઓ વચ્ચે મારામારી : લાકડી અને પથ્થરથી હુમલાનો આક્ષેપ, ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ

Share

ભરૂચ તાલુકાના ઝનોર ગામે પારિવારિક બોલાચાલીના મામલે બે પક્ષ વચ્ચે ઝઘડો સર્જાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઘટનામાં એક મહિલાને માથાના ભાગે ઇજા પહોંચતા તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મક્તમપુર ખાતે રહેતી અને ઝનોર ગામે ઇન્દિરા આવાસમાં રહેતી મધુબેન શંકરભાઈ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમના પરિવાર સાથે રહે છે અને GEBમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. ફરિયાદ મુજબ, તેમના ભાઈ શંકર અને ભાભી સુમિત્રાબેન વચ્ચે ફળિયામાં પિયરે આવેલી ગંગા પટેલ શંકરને વારંવાર ફોન કરતી હોવાથી મોબાઈલ પર વાતચીત બાબતે બોલાચાલી થતી હોવાની જાણ થતાં તેઓ અને તેમની દીકરી પિનલબેન ઝનોર ગામે પહોંચ્યા હતા.

Advertisement

ત્યાં બંને પક્ષ વચ્ચે સમજાવટ ચાલી રહી હતી ત્યારે ગામની ગંગાબેન નિલેશભાઈ પટેલ તથા તેમની દીકરી રાધિકાબેન ત્યાં આવી પહોંચ્યા હતા અને ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી તેમજ ઝપાઝપી શરૂ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ ઝપાઝપી દરમિયાન ગંગાબેને હાથમાં રહેલી લાકડીનો ફટકો મારતા સુમિત્રાબેનના માથાના ભાગે ઇજા પહોંચી હતી અને લોહી નીકળ્યું હતું. દરમિયાન છોડાવવા જતા મધુબેનને પણ પથ્થર વાગતા પગના ભાગે ઇજા પહોંચી હોવાનું જણાવાયું છે.

બાદમાં આસપાસના લોકો એકત્ર થઈ જતા બંને મહિલાઓ સ્થળ પરથી નીકળી જતા પહેલા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત સુમિત્રાબેનને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે મધુબેન વસાવાની ફરિયાદના આધારે પોલીસે ગંગાબેન નિલેશભાઈ પટેલ અને રાધિકાબેન નિલેશભાઈ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર : વાલિયા ચોકડી પાસેથી લાખોની મત્તાનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

હાંસોટ બી. આર. સી.ભવન ખાતે બ્લોક કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન રોડ સુપર માર્કેટ પાસે માર્ગ પર ખાડો પડતા વાહનચાલકો હાલાકીમાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!