Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ

Share

 

ભરૂચ :

Advertisement

21 મે 2026 ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન Rajiv Gandhiની 35મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ સ્વ. રાજીવ ગાંધીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના બલિદાન અને દેશ માટેના યોગદાનને યાદ કર્યું હતું.

આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો દ્વારા રાજીવ ગાંધીજીએ દેશમાં લાવેલી સંચાર ક્રાંતિ, કોમ્પ્યુટર અને ટેકનોલોજી ક્ષેત્રે કરેલા આધુનિકીકરણના પ્રયાસો તેમજ યુવાનોને રોજગાર સાથે જોડવાના વિઝનને યાદ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 21 વર્ષની વયે મતાધિકાર, પંચાયતી રાજ વ્યવસ્થા અને મહિલા સશક્તિકરણ માટે તેમણે કરેલા મહત્વપૂર્ણ કાર્યોને પણ વક્તાઓએ બિરદાવ્યા હતા.

કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, ચૂંટાયેલા નગર સેવકો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ આગેવાન સલીમભાઈ અમદાવાદીએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધીજીના સ્વપ્નનું ડિજિટલ ભારત આજે હકીકતમાં પરિવર્તિત થઈ રહ્યું છે. તેમણે દેશમાં IT ક્રાંતિ, ટેલિકોમ ક્ષેત્રે વિકાસ અને શિક્ષણના આધુનિકીકરણ દ્વારા યુવાનો માટે નવી તકો ઊભી કરી હતી.


Share

Related posts

અંકલેશ્વર – હાંસોટ પંથકના ગામ તળાવોમાં કમળ ના ફૂલો સ્વયભૂ અવતરણ પામતા હોય છે, એટલે કે  ગામ તળાવ માં સ્વયંભૂ રીતે કમળો ઉગતા આવ્યા છે જોકે અનેક આશ્ચર્યો વચ્ચે ગ્રામજનો કમળ ના ફૂલોને વ્યવસાયિક આવક સ્ત્રોત તરીકે સ્વીકાર્યું નથી

ProudOfGujarat

સરદાર સરોવર ભરપૂર : નર્મદા નદીમાં પાણી છોડાયું, ફરી એકવાર ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સ્તરમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં પ્રાંકડ ગામે રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!