Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કંપનીની 8 ફૂટની દિવાલ તોડી તસ્કરો ઘૂસ્યા, કોપરના કેબલ સહિત રૂ.20 હજારનો માલ ચોરી ફરાર :  ભોલાવ-નંદેલાવ રોડ પર શ્રી નર્મદા એલ્યુમિનિયમ ઈન્ડ. કંપનીમાં ચોરી; CCTVમાં તસ્કરોની હરકતો કેદ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચના ભોલાવ-નંદેલાવ રોડ પર આવેલી શ્રી નર્મદા એલ્યુમિનિયમ ઈન્ડ. લિમીટેડ કંપનીમાં તસ્કરોએ કંપાઉન્ડની દિવાલ તોડી પ્રવેશ કરી એલ્યુમિનિયમના ટુકડા અને કોપરના કેબલ સહિત રૂ.20 હજારથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કંપનીના CCTV કેમેરામાં તસ્કરોની હરકતો કેદ થતાં પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ભરૂચના ઝાડેશ્વર ગામે રહેતા અનિલ પાટણવાડિયા ભોલાવના નંદેલાવ રોડ પર આવેલી શ્રી નર્મદા એલ્યુમિનિયમ ઈન્ડ. લિ. કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. દરમિયાન કંપનીના સિક્યુરિટી ગાર્ડે તેમને ફોન કરી કંપનીની પાછળના ભાગે આવેલી કંપાઉન્ડની દિવાલ કોઈ અજાણ્યા શખ્સોએ તોડી નાખી હોવાનું જણાવ્યું હતું.

જેથી અનિલભાઈ તાત્કાલિક કંપની ખાતે પહોંચ્યા હતા અને તપાસ કરતાં પાછળના ભાગે આશરે આઠ ફૂટ જેટલી દિવાલ તોડી નાખવામાં આવી હોવાનું જણાયું હતું. આ અંગે તેમણે કંપનીના અધિકારીને જાણ કરતાં કંપનીમાં કોઈ ચોરી થઈ છે કે કેમ તેની તપાસ કરવા જણાવાયું હતું.

ત્યારબાદ કંપનીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં 21 સપ્ટેમ્બરની રાત્રે 11:10 વાગ્યે ત્રણ શખ્સો કંપનીના કંપાઉન્ડમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ 22 સપ્ટેમ્બરના રાત્રે 12:50 વાગ્યે ત્રણેય શખ્સો કંપનીમાંથી માલસામાન ચોરી કરી બહાર નીકળતા CCTVમાં કેદ થયા હતા.

વધુ તપાસ કરતાં 15 સપ્ટેમ્બરની રાત્રે 9:58 વાગ્યે બે શખ્સો કંપનીમાં પ્રવેશ્યા હોવાનું તેમજ 19 સપ્ટેમ્બરની રાત્રે 1:10 વાગ્યે ચોરીનો માલસામાન લઈને બહાર નીકળ્યા હોવાનું પણ CCTV ફૂટેજમાં જોવા મળ્યું હતું.

કંપનીમાં પડેલા ભંગાર માલસામાનની તપાસ કરતાં એલ્યુમિનિયમની હોટોના ટુકડા તેમજ કોપરના કેબલ સહિત કુલ રૂ.20 હજારથી વધુની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું.

બનાવ અંગે અનિલ પાટણવાડિયાએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને ધરપકડ માટે તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા તબીબ ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેકટિસ કરતા ઝડપાય જતા કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિનું પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન, હરદીપ સિંહ પુરીના રાજીનામાની માંગ

ProudOfGujarat

અમરેલી જિલ્લામાં સતત વરસાદ ચાલુ રહેતાં ખેતરોમાં પાણી ભરાયા, વાવેતર નિષ્ફળ જવાની ભીતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!