Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના જાખણ ખાતે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનું ત્રિ-વાર્ષિક અધિવેશન યોજાયું

Share

ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનું ૧૮ મું ત્રિ-વાર્ષિક પ્રદેશ અધિવેશન સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ.કે.જાડેજા ની ઉપસ્થિતિ માં રાજરાજેશ્વર ધામ જાખણ ખાતે યોજાયુ હતુ.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત એ સૌથી વધારે રોજગારી આપનાર રાજ્ય છે. વાઈબ્રન્ટ ગુજરાત થકી રાજ્યમાં ઔદ્યોગિક મૂડીરોકાણ વધ્યુ છે, જેના કારણે રોજગારીના નવા દ્વાર ખૂલ્યા છે.

Advertisement

કાર્યવાહક અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકારે શ્રમિકો માટે અનેકવિધ કલ્યાણકારી કાર્યો કર્યા છે, રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટ અંતર્ગત સારૂં કાર્ય થઈ રહ્યું છે. છેલ્લા દસ-બાર વર્ષમાં આઈ.ટી.આઈ. ક્ષેત્રે જોબ પ્લેસમેન્ટ દ્વારા સરકારે રોજગારીની નવી તકોનું નિર્માણ કર્યું છે.

તેમણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસની રૂપરેખા આપતાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિકરણને કારણે સબંધિત વિસ્તારોની માળખાકીય સુવિધામાં વધારો થયો છે, સાથો સાથ નવી રોજગારીનું સર્જન પણ થયું છે.

આ પ્રસંગે ભારતીય મજદુર સંઘના પ્રદેશ પ્રમુખશ્રી વાલજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કાળમાં ભારતીય મજદૂર સંઘના કાર્યકરોએ શ્રમિકોને જીવન જરૂરી સામગ્રી પહોંચાડવામાં મદદ કરી છે. ગુજરાત બહારના શ્રમિકોને પણ આ પરિસ્થિતિમાં કાર્યકર્તાઓએ મદદ પહોંચાડી છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, ભારતીય મજદુર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી હિરણ્ય પંડ્યાજી, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી સચિન નારાયણજી, લાઈફ મિશન સેન્ટરના સેક્રેટરી અશોક ગોહિલ, ભારતીય મજદુર સંઘના પ્રભારીશ્રી રાજ બિહારીજી શર્મા, પ્રદેશ મહામંત્રીશ્રી અરવિંદ પરમાર સહિત મોટી સંખ્યામાં ભારતીય મજદુર સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર :- સુરેન્દ્રનગર


Share

Related posts

ગોધરા ખાતે મહિલા કૃષિ દિવસની ઉજવણીના ભાગરુપે મહિલાઓએ ઇજનેરી કોલેજ અને મકાઇ સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં ઉમરા ગામ પાસે એસટી બસે બે મોટરસાયકલોને અડફેટમાં લેતા એકનું મોત બે ધાયલ

ProudOfGujarat

નડીયાદ : પતિ સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!