Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિશ્વ હિંદુ પરિષદ ભરૂચ દ્વારા બકરી ઈદ પૂર્વે કલેક્ટરને આવેદનપત્ર : ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ

Share

 

ભરૂચ :

Advertisement

વિશ્વ હિંદુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આવનારી બકરી ઈદ પર્વ નિમિતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આવેદનમાં જણાવાયું છે કે બકરી ઈદ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર કતલની ઘટનાઓ બનવાની શક્યતા રહેતી હોવાથી જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે. સાથે જ જાહેર સ્થળો પર પ્રાણીઓની કુરબાની ન કરવામાં આવે અને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે.

વિશ્વ હિંદુ પરિષદે પોલીસ તંત્રને ચેકિંગ વધારવા, સીસીટીવી દ્વારા નજર રાખવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનારાઓ સામે પણ સખત પગલાં ભરવા રજૂઆત કરાઈ છે.

આવેદનપત્ર જિલ્લા અધ્યક્ષ અને જિલ્લા મંત્રીની હાજરીમાં આપવામાં આવ્યું હતું.


Share

Related posts

ગોધરા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠકમાં વિપક્ષનેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમૂખ અમિત ચાવડાની ખાસ ઉપસ્થિતી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા સુથાર પૂરા ગામ ખાતે બે બાળકો માટીમાં દટાઈ જઈ મોતને ભેટ્યા જેના પરિણામે શોકની લાગણી ફેલાઈ જાણો આપ કરૂણ ઘટનાની વિગતો

ProudOfGujarat

વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલ આજરોજ રવીવારે સામે આવી વઘુ એક બેદરકારી હોસ્પિટલમાં ઇન્ચાર્જ રહ્યા ગેરહાજર. ઈન્ચાર્જ બ્રધર્સ અને સિસ્ટર ની ગેરહાજરી થી દર્દી ઓને પડી મૂશ્કેલી ના છુટકે ખાનગી હોસ્પિટલના સહારે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!