Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજથી ટેન્કરમાં લઈ જવાતું કેમિકલ વાલ્વ ખુલ્લો રાખી રસ્તા પર ઢોળનાર શખ્સ સામે ફરિયાદ : વાગરા પોલીસે ટેન્કર જપ્ત કર્યું : ટેન્કર દહેજની ગુજરાત ફલોરો કેમિકલ કંપનીમાંથી કેમિકલભરી મહેસાણા જઈ રહ્યો હતો

Share

 

। ભરૂચ ।

Advertisement

વાગરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ ભોપાભાઈ તેમની ખાનગી ગાડીમાં પખાજણથી વાગરા તરફ આવી રહયાં હતાં. તે વેળાં વાગરાના એચપી પેટ્રોલપંપથી જીઈબી ચોકડી વચ્ચે એક ટેન્કરના પાછળના ભાગે કેમિકલ જેવું પ્રવાહી ઢોળાતું હોવાને કારણે તેમણે ટેન્કરને રોકાવી તપાસ કરતાં ટેન્કરનો વાલ્વ ખુલી ગયો હોવાથી તેમાંથી કેમિકલ રોડ પર ઢોળાઈ રહ્યું હોવાનું માલુમ પડયું હતું. તેમણે ટેન્કર ચાલકની પુછપરછ કરતાં તેનું નામ શિવશંકર દેવીદયાલ પાલ રહે. છત્રાલ જીઆઈડીસી, કાલોલ હોવાનુ માલુમ પડયું હતું.

તેણે જણાવ્યું હતું કે, તેણે દહેજની ગુજરાત ફ્લોર કેમિકલ લી. કંપનીમાંથી ટેન્કરમાં કેમિકલ વેસ્ટ ભરીને મહેસાણાના જોટાણા ખાતે આવેલાં અનમોલ એચો કંપની ખાતે લઈ જઈ રહ્યો હતો. પ્રાથમિક તબક્કે જ કેમિકલ અસહ્ય વાસ મારતું હોવાનું તેમજ તેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે તેવી શક્યતાઓ હોવાનું જણાયું હતું. ઉપરાંત વાલ્વ ખુલવા બાબત વાત કરતાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. વાલ્વ ખુલ્લો રહેવાને કારણે મોટી માત્રામાં કેમિકલ વેસ્ટ રસ્તામાં જ ઢોળાઈ ગયાનું માલુમ પડયું હતું. જેના પગલે તેમણે ટેન્કર જપ્ત કરી ચાલક વિરુદ્ધ મનુષ્યની તેમજ પશુપક્ષીઓની જીંદગી જોખમાય તે રીતે જાહેરમાં ભેદરકારી ભર્યું આચરણ કરી ગુનો કરવા બાબતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

દેશમાં ખેડૂતોનાં આંદોલનનો આવ્યો અંત, ખેડૂતો ઘરે જવા રવાના.

ProudOfGujarat

રાજપીપલાનાં જાગૃત નાગરિકે જિલ્લાના બે વણ ઉકેલ્યા પ્રશ્ને સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણમાં રજુઆત કરી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ગણિત – વિજ્ઞાન શિક્ષકનો સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!