Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ફુર્જા રોડ પર જુગારધામ પર LCB નો દરોડો : 5 જુગારીઓ ઝડપાયા, પહેલા માળની બારીમાંથી કૂદી 5 ફરાર

Share

 

ભરૂચ : શહેરના ફુર્જા રોડ પર આવેલી નારીયેલી બજારમાં ધમધમતા જુગારધામ પર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે દરોડો પાડી 5 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 5 ઇસમો પહેલા માળની બારીમાંથી કૂદી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂપિયા 45 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તમામ 10 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

Advertisement

મળતી માહિતી અનુસાર ભરૂચ LCB ના એ.એસ.આઇ. સંજયભાઈ રાયજીભાઈ તથા તેમની ટીમ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે ફુર્જા રોડ નારીયેલી બજાર વિસ્તારમાં આવેલ ઈશાનખાન સમીયઉલ્લા પઠાણના ઘરના પહેલા માળે પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પોલીસ અધિક્ષક કચેરીમાંથી જુગાર ધારા કલમ-6 મુજબ સર્ચ વોરંટ મેળવી રેઇડ હાથ ધરી હતી. પોલીસ અને પંચોની ટીમ જ્યારે ઘરના પહેલા માળે પહોંચી ત્યારે રૂમમાં આશરે 10 જેટલા ઇસમો કુંડાળું વળી જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસે દરોડો પાડતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને કેટલાક ઇસમો પહેલા માળની બારીમાંથી કૂદી ભાગી છૂટ્યા હતા.

પોલીસે સ્થળ પરથી અબ્દુલ ખાલીક ગુલામ રસુલ શેખ (ઉ.વ.53), આકીબ મોહમદ ફરીદ (ઉ.વ.34), રાજેશભાઈ પ્રહલાદભાઈ ગડરીયા (ઉ.વ.35), સલીમ હુશેન કુરેશી (ઉ.વ.58) તથા રાહુલ ચંદ્રશેખર વસાવા (ઉ.વ.29) ને ઝડપી પાડ્યા હતા.

જ્યારે સલકીન ઈરફાન નાનુ, સલીમ ઉર્ફે નાન તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઇસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર મામલે ભરૂચ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તમામ 10 આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રણાલસિંહ વિજયસિંહ લાકોડ ચલાવી રહ્યા છે.

સ્થાનિક પોલીસ મથકની હદમાં લાંબા સમયથી ચાલી રહેલા આ જુગારધામ અંગે સ્થાનિક પોલીસ અજાણ હતી કે કેમ તે મુદ્દે પણ અનેક સવાલો ઊભા થયા છે.


Share

Related posts

ભરૂચ વૃક્ષ સાથે બાઈક ભટકાતા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત,નિકોરા ગામ માં શોક નું મોજું ફરી વળ્યું

ProudOfGujarat

વડોદરા : અનગઢ અને મોટી કોરલ ગામે માછીમાર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે જી.ઇ.બી ની ખુલ્લી ફ્યુઝ પેટીઓ, ડી.પી સ્ટેશનો ખુલ્લા મૂકતા ભયજનક…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!