Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરવણફોકડી ખાતે સુમુલ ડેરી અને આદિજાતિ વિભાગનો ભવ્ય પશુમેળો યોજાયો : 300થી વધુ લાભાર્થી પશુપાલકોએ લીધો લાભ; 30થી વધુ વેપારીઓ 300થી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા ભેંસવર્ગનાં પશુઓ સાથે જોડાયા

Share

 

વાંકલ: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સરવણફોકડી ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ (TSP) અને સુમુલ ડેરીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય પશુમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરવા સાથે પશુપાલનના માધ્યમથી પશુપાલકોની આવક વધારવાનો હતો.

Advertisement

કાર્યક્રમમાં સુમુલ ડેરીના ચેરમેન કાંતિભાઈ ગામીત, વાઇસ ચેરમેન ભરતસિંહ સોલંકી, ઉમરપાડા તાલુકાના સુમુલ ડિરેક્ટર અમીષ વસાવા તેમજ વિવિધ તાલુકાઓના સુમુલ ડિરેક્ટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંડળી દ્વારા તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આ પશુમેળાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરવાનો અને પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પશુપાલકોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા આવા આયોજન મહત્વપૂર્ણ બની રહે છે.

પશુપાલકોને ગાય-ભેંસનું વિતરણ

પશુમેળા દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સુમુલ ડેરી દ્વારા પ્રદર્શિત પશુઆહાર, દાણ અને દૂધ ઉત્પાદનને લગતા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. સાથે જ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી પશુપાલકોને મહાનુભાવોના હસ્તે ગાય અને ભેંસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુમુલ ડેરીના વેટરનરી ડૉક્ટર ડૉ. અજીત જાદવે જણાવ્યું હતું કે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને સરકારી તથા સુમુલ ડેરીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ તંદુરસ્ત અને વધુ દૂધ આપતાં પશુઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી આ પશુમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

300થી વધુ ભેંસવર્ગનાં પશુઓ વેચાણ માટે રજૂ કરાયાં

આ પશુમેળામાં સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP), આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત ભેંસ યુનિટ યોજનાના લાભાર્થીઓએ ભાગ લીધો હતો. સુમુલ ડેરીના 30થી વધુ રજિસ્ટર્ડ વેપારીઓ દ્વારા 300થી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા ભેંસવર્ગનાં પશુઓ વેચાણ માટે લાવવામાં આવ્યાં હતાં. આશરે 300 લાભાર્થી પશુપાલકોએ આ મેળાનો સીધો લાભ લીધો હતો.

સુમુલ ડેરીના ચેરમેન કાંતિભાઈ ગામીતે પશુપાલકોની આવક વધારવા અને તેમને વધુ દૂધ ઉત્પાદન આપતાં તંદુરસ્ત પશુઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સુમુલ ડેરી કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. પશુપાલકોને પશુપાલન વ્યવસાય દ્વારા આર્થિક રીતે સશક્ત બનાવવા અને આદિવાસી પરિવારોને સ્વરોજગારની વધુ તકો પૂરી પાડવાના હેતુથી યોજાયેલા આ પશુમેળાને લઈને પશુપાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લાના આરોગ્ય તંત્રનું ખુદનું આરોગ્ય જોખમાયું…

ProudOfGujarat

રાજકોટમાં પતિએ છરીના ઘા મારીને પત્નીને પતાવી દીધી

ProudOfGujarat

બુટલેગર પાસે લાંચ લેવા પહોંચેલ નેત્રંગ જીઆરડી નો જવાન ઝડપાયો, કોન્સ્ટેબલ ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!