Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ GIDCની કેમલિન સેઝ-2 કંપનીમાં ભીષણ આગ, કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

Share

 

દહેજ  : વાગરા તાલુકાની દહેજ GIDC વિસ્તારમાં આવેલી કેમલિન સેઝ-2 કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાતા હતા, જેના કારણે આસપાસના ઉદ્યોગો તેમજ સ્થાનિકોમાં ભય ફેલાઈ ગયો હતો.

Advertisement

આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. કંપની પરિસરમાં ભારે દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. આગને કારણે આસપાસની કંપનીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ હાલ સુધી કોઈ જાનહાનિ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે આગના કારણે કંપનીને મોટા પાયે નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દહેજ GIDC વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. વારંવાર બનતા આવા બનાવોને કારણે ઉદ્યોગોમાં સલામતી વ્યવસ્થા, ફાયર સેફ્ટી અને ઇમરજન્સી પ્રતિસાદ અંગે ફરી ગંભીર સવાલો ઉભા થયા છે.સ્થાનિકો તેમજ ઉદ્યોગકારોમાંથી હવે દહેજ GIDC વિસ્તારમાં કડક ફાયર સેફ્ટી નિયમોનું પાલન કરાવવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


Share

Related posts

ભરૂચ ના નર્મદા બસ પોર્ટ કંપનીના ડાયરેક્ટર હેમા બેન મજમુદાર દ્વારા તેઓના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી..જેમાં શહેર ના 120 અનાથ તેમજ ગરીબ બાળકોને 25 લકઝ્યુરિયસ કારમાં પીકનીક પર લઈ જવાયા હતા…

ProudOfGujarat

વિરમગામ,માંડલ,દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 69 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારના શખ્સે મિલકતના વિવાદમાં જાતે પોતાનું ગળુ કાપી નાંખ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!