Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોર રોડ પર એસટી બસે મોપેડને ટક્કર મારતાં કાકા અને ભત્રીજીનું ઘટના સ્થળે મોત

Share

કપડવંજ ડાકોર રોડ ઉપરના સાવલી બંગલા પાસે બુધવાર બપોરે એસટી બસના ચાલકે મોપેડને અડફેટે મારી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં મોપેડ સવાર કાકા અને ભત્રીજીનું ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.  આ બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો છે.

કપડવંજ તાલુકાના ભાદરવાના મૂવાડાના સાવલીમાં રહેતા અજય પરમાર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બુધવારે બપોરના અરસામાં અજયનો નાનો ભાઈ વિશાલ ઉં.૧૯ આવ્યો હતો. દરમિયાન વિશાલ તેના મોટાભાઈ અજયની દિકરી તન્વી ઉં.વ. અઢી વર્ષને મોપેડ પર બેસાડી ભાદરવાના મુવાડાથી સાવલી બંગલા ખાતે આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઇને જઇ રહ્યા હતા. તે દરમિયાન ઝઘડિયાથી અંબાજી જતી એસટી બસે કપડવંજના સાવલી બંગલા રોડ પર વિશાલના મોપેડને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલક વિશાલ અને ભત્રીજી તન્વીનું બનાવ સ્થળે મોત નિપજયુ હતુ. અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે એસટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ કર્મચારીઓની સલામતીની પ્રક્રિયાને મજબુત બનાવે છે : એક નવી/વધારાની માર્ગદર્શિકા જાહેર કરી.

ProudOfGujarat

ભરૂચ : તલાટી કમ-મંત્રી કેડરના પડતર પ્રશ્નોને લઇ તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન, જાણો શું છે તલાટીઓના પડતર પ્રશ્નો..?

ProudOfGujarat

ભરૂચ પાલિકાના વોર્ડ નં. ૨માં વીજકાપથી લોકો પરેશાન : રાત્રીના સમયે ૪-૫ વાર વીજ પુરવઠો ખોરવાય છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!