Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરિવાર રાજસ્થાન ગયો ને તસ્કરોએ ઘરમાંથી 1.64 લાખની ચોરી કરી ફરાર

Share

ભરૂચના અયોધ્યાનગરમાં રાત્રીના સમયે તસ્કરોનો તરખાટ

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના લિંકરોડ વિસ્તારમાં આવેલાં અયોધ્યાનગરમાંં રહેતાં અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કેટરિનનો કોન્ટ્રાક્ટ ધરાવતાં પરબતસિંહ મોડસિંહ રાજપૂતતેમના ત્રણ માળના મકાનમાં ઉપરના બે મકાનમાં જાતે પરિવાર સાથે રહે છે. જ્યારે નીચેનું મકાન ભાડેથી આપેલું છે. ગત 12મી મેના રોજ તેઓ પેના પરિવાર સાથે રાજસ્થાન જવા માટે નિકળ્યાં હતાં. જોકે, તેમનો છોકરો એકલો હતો. રાત્રે અગિયારવાગ્યે તેમનો પુત્ર ઘરના ઉપરના બીજા માળે સુઇ ગયો હતો. જે બાદ બીજા દિવસેસવારે તેમનો પુત્ર મહાવીરે ઉઠીને નીચેના રૂમ પર આવતાં તેમના ઘરના નીચેના રૂમનો દરવાજાનો નકૂચો તુટેલી હલતમાં જણાયો હતો. તેમજ તેમનો ઘરનો સામાન વેરવિખેર પડેલો હોવાનું તેમજ ઘરમાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. રાજસ્થાન પહોંચી ગયેલાં પરબતસિંહ રાજપૂતને તેમના પુત્રએ ફોન કરી ઘટનાથી વાકેફ કરતાં તેમણે તેને ઘરમાં તિજોરીના ડ્રોવરમાં રાખેલી સોનાની વિંટી તેમજ મંગળસુત્ર જોવા કહેતાં તેણે તેમાં તપાસ કરતાં તે ચોરાઇ ગયાંનું માલુમ પડ્યું હતું. તેઓ રાજસ્થાનથી પરત આવતાં તેમણે તમામ ઘટનાની ઝીણવટભરી રીતે વિગત મેળવી ઘટના અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ઘરમાંથી 1.64 લાખના દાગીનાની ચોરી બાબતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળ તાલુકાના સાવા ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો

ProudOfGujarat

આ વર્ષે જૂનાગઢની લીલી પરિક્રમા યોજાશે ? જાણો વધુ…???

ProudOfGujarat

હાંસોટના સોની ફળિયામાં શોર્ટ સર્કિટથી રહેણાંક મકાનમાં આગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!