Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બટુકનાથ અખાડાની સામે જુગાર રમતાં 6 ઝબ્બે : 3 ફરાર : પોલીસે રોકડા 11 હજાર, બે મોબાઇલ મળી કુલ 21 હજારનો મુદ્દામાલ જપ્ત

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં કોન્સ્ટેબલ અજયસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, બહારની ઉંડાઇ ખાતે બટુકનાથ અખાડાની સામે રોડ પર ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સોએ સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેડને જોઇ જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, પોલીસે તેમનો પિછો કરી તે પૈકીના 6 જુગારિયાઓને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની વિગતો મેળવતાં તેમના તેમના અલ્તાફ મહેબુબ મીયા શેખ, રફીક મોહંમદ પટેલ, સોહેલ આરીફ શેખ, સોયેબ ઉર્ફે તમ્મો મહેબુબ શેખ, શહેઝાદ ઇમ્તિયાઝ મિર્ઝા તેમજ ઝુનેદ ઝહાંગીર પઠાણ હોવાનું માલુમ પડયું હતું. જ્યારે 3 જણા પોલીસને ચકમો આપી નાસી છુટ્યાં હતાં. તેમના અંગે પુછતાં તેમના નામ રિઝવાન ઇકબાલ પટેલ, કિરણ નગીન વસાવા તેમજ સલમાન જાવીદ કાપડીયા હોવાનું તેમણે જણાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી દાવ પર લાગેલા તેમજઆરોપીની અંગઝડતીમાંથી મળી કુલ કુલ 11 હજાર રોકડા તેમજ બે મોબાઇલ મળી કુલ 21 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

રાજપીપળા : ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે ભવ્ય સંગીતમય સુંદરકાંડનું આયોજન કરાયું.

ProudOfGujarat

આમોદમાં અજાણ્યા યુવકનો ઇજાગ્રસ્ત મૃતદેહ મળી આવ્યો : મૃતકની ઓળખ માટે આમોદ પોલીસે લોકોને અપીલ કરી

ProudOfGujarat

” વિશ્વ સિકલ સેલ દિવસ” : નર્મદા જીલ્લામાં સિકલસેલના સૌથી વધુ દર્દીઓ હોવા છતા સિકલસેલ માટે હોસ્પિટલ કે આઈસીયુની અછત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!