Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આઈ.ટી.આઈ. ઝઘડીયામાં વિવિધ ટ્રેડમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ પ્રક્રિયા શરૂ : ફીટર, વાયરમેન, ઇલેક્ટ્રીશિયન, વેલ્ડર અને કોપા ટ્રેડમાં પ્રવેશ માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે

Share

ભરૂચ  :

પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૬ અંતર્ગત આઈ.ટી.આઈ. ઝઘડીયામાં ચાલતા વિવિધ NCVT/GCVT પેટર્નના ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો ફીટર, વાયરમેન, ઇલેક્ટ્રીશિયન, વેલ્ડર તથા કોપા જેવા વિવિધ ટ્રેડમાં પ્રવેશ માટે અરજી કરી શકશે.

Advertisement

પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે. ઉમેદવારો દ્વારા રજીસ્ટ્રેશન, ફોટો અપલોડ, રૂપિયા ૫૦ની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ, મોક રાઉન્ડ, ચોઈસ ફીલીંગ, ફાઈનલ રાઉન્ડ ચોઈસ ફીલીંગ તેમજ પ્રોવિઝનલ એડમિશન જેવી તમામ કામગીરી ઘરે બેઠા ઈન્ટરનેટના માધ્યમથી કરી શકાશે.

પ્રવેશ માટે ઉમેદવારો ITI Admission Gujarat Portal પર ઓનલાઈન અરજી કરી શકશે.

ફોર્મ ભર્યા બાદ કન્ફર્મેશન કરાવવા માટે જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવાનો રહેશે. ઉપરાંત, પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો જરૂરી દસ્તાવેજો સાથે આઈ.ટી.આઈ. ઝઘડીયા ખાતે રૂબરૂ હાજર રહી નિઃશુલ્ક પ્રવેશફોર્મ પણ ભરાવી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદ માટે નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.

પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની પસંદગી મુજબ એકથી વધુ સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ અથવા સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓ માટે એક જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ અંગેની માહિતી આચાર્ય વર્ગ-૨, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઝઘડીયા, જીલ્લા ભરૂચ દ્વારા અખબારી યાદી મારફતે આપવામાં આવી હતી.


Share

Related posts

सलमान खान ने एक वीडियो के जरिये फैंस को “रेस 3” की खूबसूरत लोकेशन से करवाया रूबरू !

ProudOfGujarat

ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલ લોકોમાં મ્યુકરમાઈક્રોસીસ નામની બીમારી ફેલાઈ..!!! જાણો વધુ.

ProudOfGujarat

આણંદ-જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લાના ત્રણ પીઆઈ અને છ પીએસઆઈની કરવામાં આવી આંતરીક બદલી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!