Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની કે. જે. ચોકસી પબ્લિક લાયબ્રેરી એ ૧૮ વર્ષ પૂર્ણ કરી ૧૯મા વર્ષમાં કર્યો પ્રવેશ

Share

એક ગ્રંથાલય જ્યારે પુખ્ત વયને પામે છે “*

અહી વાત ભરૂચની કે. જે. ચોકસી પબ્લિક લાયબ્રેરીની છે જે ૨૮ -૦૫-૨૦૨૬ના રોજ એના ૧૮ વર્ષ પૂર્ણ કરી ૧૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે :

Advertisement

 

લોકો ફરિયાદ કરતા રહે છે કે વાંચન ઘટી રહ્યું છે એ ઘટી નથી રહ્યું રહ્યું પણ વધી રહ્યું છે?*
કેવી રીતે ?

જવાબ!”

 

લાયબ્રેરીએ વાંચન ઓછુ થયું છે એ વાત અહી ખોટી ઠરે છે એ વાતને ખોટી ઠેરવે છે કે લોકોનું વાંચન ઓછુ થયું છે , મોબાઈલના કારણે પુસ્તકોનું વાંચન ઓછુ થયું છે લોકોમાં વાંચન પ્રત્યે રૂચી નથી રહી.

 

 

આ પ્રસંગે ગ્રંથપાલનું કહેવું હતું કે “હા એ વાત સાચી કે ‘સાચું શિક્ષણ પુસ્તકોમાંથી નહી, અનુભવમાંથી મળે છે’ પણ પુસ્તકો વાંચવાથી એટલી પ્રતીતિ તો થાય છે કે જ્ઞાન શું છે ?અક્ષરોમાંથી બનેલા શબ્દો સ્વયં બ્રહ્મ છે. એટલે કોઈ ગમે તે કહે પુસ્તકોનું વર્ચસ્વ તો સદાકાળ રહેવાનું છે અને રહેશે. જેઓ પાસે બહાનું છે તેઓ જ વ્યર્થ દલીલ કરી કહેશે કે AI (આર્ટીફીસીયલ ઇન્તેલીજેન્સી) નાં કારણે વાંચન સાવ જ લુપ્ત થઇ ગયું છે વગેરે વગરે “AI માહિતી આપી શકે છે, પણ પુસ્તકો માણસને સંવેદના અને ડહાપણ આપે છે. અક્ષરોમાંથી બનેલા શબ્દો સ્વયં બ્રહ્મ છે, અને તેનો વૈભવ હંમેશા અકબંધ રહેશે.-

 

કે જે ચોકસી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી ગૌતમભાઈ કાન્તિલાલ ચોકસી દ્વારા ભરૂચની જનતા માટે વર્ષ ૨૦૦૮માં ખુલ્લું મુકવામાં આવેલું આ પુસ્તકાલય આજે એની સમૃદ્ધિની સ્વયં સાક્ષી છે.

 

આપણે જાણીને આનંદ થશે કે આ લાયબ્રેરીમાં

· પુસ્તક સંગ્રહ: ૫૫,૦૦૦+ (ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી)

· વાર્ષિક મુલાકાતીઓ: ૫,૦૦૦+

· સક્રિય સભ્યો: ૧,૨૦૦+ (કુલ ૨,૩૦૦+ સભ્ય સંખ્યા)

· શાળાઓની મુલાકાત: દર વર્ષે ૧૨ થી ૧૫ શાળાઓના ૧,૫૦૦+ બાળકો

વાંચન લક્ષી ઉત્તમ સુવિધા વાળો ૧૩૨ વિધાર્થીઓની ક્ષમતા વાળો વાંચન ખંડ

૧૩૨ વિદ્યાર્થીઓની ક્ષમતા વાળો ખંડ આખું વર્ષ ભરેલો રહે છે તે બહુ મોટી સિદ્ધિ છે.પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓનો ધસારો અને ઉત્સાહ એટલો અદભુત હોય છે કે લાયબ્રેરીને પોતાની બેઠક વ્યવસ્થા અને સુવિધાઓમાં સતત વધારો કરવાની પ્રેરણા મળે છે. આનાથી એ સાબિત થશે કે લાયબ્રેરી માત્ર ભૂતકાળના સહારે નથી ચાલતી, પણ ભવિષ્યની જરૂરિયાતો માટે પણ સક્રિય છે.

CA કે પોલીસ અધિકારી બન્યા પછી વિદ્યાર્થીઓ આભાર માનવા આવે છે, તે ખૂબ જ હૃદયસ્પર્શી બાબત છે.”જ્યારે આ યુવાનો પોતાની સફળતાની મીઠાઈ લઈને લાયબ્રેરીના પગથિયાં ચઢે છે, ત્યારે પુસ્તકાલયનું મૌન પણ જાણે ગર્વથી ગુંજી ઉઠે છે.”

લાયબ્રેરીના ૨૧૫ શ્રોતાઓની ક્ષમતા ધરાવતા ભવ્ય સભાખંડમાં વર્ષ દરમિયાન વાંચનને પ્રેરિત કાર્યક્રમો ,સંગીતના કાર્યક્રમો અને જ્ઞાન , યોગા અને પર્યાવરણ સંબંધી શિબિરો યોજાય છે.

 

જયારે વર્ષ ૨૦૦૮માં આ લાયબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી ત્યારે લાયબ્રેરીના સ્થાપક શ્રી ગૌતમ ભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે આ લાયબ્રેરી તેઓ તેમના પિતાશ્રીની યાદમાં ખુલી મૂકી છે. જેમનુ સૂત્ર હતું કે “ સમાજનું છે અને સમાજને પાછુ આપવાનું છે”

 

જો આપ ભરૂચમાં છો તો અવસ્ય આ લાયબ્રેરીની મુલાકાત લીધી જ હશે …અને નહિ લીધી હોય તો અચૂક લેજો .


Share

Related posts

અંકલેશ્વરપાસે ના નેશનલ હાઇવે નંબર 8 ની બાજુમાં આવેલ  અંસાર માર્કેટમાંથી શહેર પોલીસે વિદેશીદારૂના જથ્થા સાથે 2 બુટલેગરો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે કોલસી ભરેલ ટ્રક માં ભીષણ આગ ના પગલે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…………

ProudOfGujarat

જન આક્રોશ બાદ જન પ્રતિનિધિઓ જાગ્યા – ભરૂચ ઝાડેશ્વર તવરા રોડનું સમારકામ શરૂ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!