Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં જુગારધામ પર પોલીસની રેડ : 6 જુગારીઓ ઝડપાયા, ₹40,600નો મુદ્દામાલ જપ્ત

Share

 

અંકલેશ્વર શહેરના કબાતીવાડ વિસ્તારમાં આવેલી સુહાની ગલીમાં રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ તથા મોબાઇલ મળી કુલ ₹40,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેના આધારે અંકલેશ્વર ડિવિઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ પોલીસે વોચ ગોઠવી હતી.

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કબાતીવાડની સુહાની ગલીમાં રહેતો શાહબાઝ ઉર્ફે ટાઇગર નસરૂલ્લાખાન પઠાણ પોતાના મકાનમાં બંધ બારણે ગંજીફાના પત્તાથી હારજીતનો જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસ ટીમે કાયદેસરની કાર્યવાહી બાદ સ્થળ પર દરોડો પાડ્યો હતો. ઘરનો દરવાજો ખખડાવતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલતા પોલીસ તથા પંચોની ટીમ ઘરમાં પ્રવેશી હતી. બીજા રૂમમાં કેટલાક લોકો ગોળ બેસીને પૈસાની હારજીત સાથે જુગાર રમતા જોવા મળતા તમામને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ₹20,600 રોકડા તેમજ ત્રણ મોબાઇલ ફોન મળી કુલ ₹40,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં શાહબાઝ ઉર્ફે ટાઇગર પઠાણ, અશીફઉદ્દીન ઉર્ફે પપ્પુ કાઝી, શાહનવાઝ શેખ, યાસીનખાન પઠાણ, અકીલ પઠાણ અને ઇસ્તિયાકહુસેન કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે.

આ મામલે અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-4 અને 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

દેશમાં દર વર્ષે 26 નવેમ્બરે શા માટે ઉજવવામાં આવે છે બંધારણ દિવસ, જાણો.

ProudOfGujarat

માંગરોળનાં ઝંખવાવ ગામે વર્ષમાં એક જ વખત ખીલતું બ્રહ્મકમળનુ ફૂલ ખીલ્યું

ProudOfGujarat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખોટી લૂંટનું તરકટ રચનાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!