Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકા પાણી પ્લાન્ટમાં ડેન્ડવો સાપ દેખાતા દોડધામ : વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે સાપને પકડી સુરક્ષિત સ્થળે છોડ્યો

Share

 

ભરૂચ શહેરમાં ગુજરાત ગેસની બાજુમાં આવેલા નગરપાલિકાના પાણી પ્લાન્ટ વિસ્તારમાં ડેન્ડવો પ્રજાતિનો સાપ દેખાતા કર્મચારીઓ અને સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. સાપ દેખાતા તરત જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી.

Advertisement

જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના બ્રાન્ચ પ્રમુખ મુકેશ વસાવા તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યા હતા. તેમણે સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ડેન્ડવો પ્રજાતિના સાપને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો.

બાદમાં સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર તેને માનવ વસાહતથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વન્યજીવ કાર્યકરોએ લોકોને અપીલ કરી હતી કે સાપ દેખાય ત્યારે ગભરાવું નહીં કે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરવો, પરંતુ તાત્કાલિક રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો.


Share

Related posts

મહેમદાવાદના વાંઠવાળી પાસે ટ્રક પાછળ એસ.ટી બસ અથડાતા અકસ્માત, ૧૦ મુસાફરોને નાની-મોટી ઈજા

ProudOfGujarat

ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વાલિયા-ચાસવાડ માર્ગ ઉપર ઇકો કારમાં આગ ભભુકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!