Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની યોકાહોમા કંપનીમાં તું સ્ટાફને કેમ ભટકાવે છે કહીં યુવાન પર ત્રણજણાનો હુમલો : આવવા-જવા માટે એસી બસની માંગણી સાથે કેટલાંકે હડતાળ કરી હતી

Share

 

ભરૂચ.

Advertisement

અંક્લેશ્વરના માંડવા ખાતે સાંઇવાટીકા ખાતે રહેતાં પ્રિન્સરાય સંજયરાય રાજપૂત દહેજમાં આવેલી યોકોહોમા કંપનીમાં ઇલેક્ટ્રીકલ તરીકે પાંચેક વર્ષથી નોકરી કરે છે. ગત 21મી મેના રોજ તેની સેકન્ડ શિફ્ટ હોઇ તેઓ કંપનીએ આવતાં કંપનીના એડમિન બિલ્ડીંગ પાસે તેમની કંપીના કર્મચારીઓ ભરૂચ-અંક્લેશ્વરથી આવતી બસ એસીવાળી આપવાની માંગ સાથે હડતાળ પર બેઠાં હતાં. જેમાં કંપનીમાં નોકરી કરતાં જયેશ દેવરે, પ્રશાંત પાટીલ તેમજ કિશોર પાટીલે તેમને પણ હડતાળામાં સામેલ થવા કહેતાં તેઓ પણ તેમની સાથે હડતાળમાં સામે થયાં હતાં. દરમિયાનં રાત્રીના અંદાજે નવેક વાગ્યે કંપની મેનેજમેન્ટે તેમની રજૂઆત સાંભળી હતી. જે બાદ પ્રિન્સરાય તેની નોકરી એમએફજી-3 પ્લાન્ટમાં હોઇ તે નોકરીએ જતો રહ્યો હતો. અરસામાં જયેશ દેવરે, પ્રશાંત પાટીલ તથા કિશોર પાટીલ ત્યાં આવતાં પ્રિન્સે તેમને હડતાળ કરવાથી શું ફાયદો થયો ? એસી બસ ક્યારે આપશે તેમ કહેતાં તેઓ ત્રણેય ઉશ્કેરાઇ ગયાં હતાં. તેમને અપશબ્દો ઉચ્ચારી ત્યાંથી જતાં રહ્યાં હતાં. જે બાદ 22મી મેના રોજ પણ તેમની સેકન્ડ શિફ્ટ હોવાથી નોકરીએ ગયો હતો. તે વેળાં તેઓ ત્રણેયે ત્યાં આવી અચાનક તું મોટો દાદો થઇ ગયો છે. ? તુ બીજા સ્ટાફને કેમ ભડકાવે છે તેમ કહી તેની સાથે ઝપાઝપી કરી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમિયાનમાં આસપાસના લોકોએ દોડી આવી તેને છોડાયાં હતાં. જોકે, ત્રણેય જણા અંક્લેશ્વર-ભરૂચથી આવતાં હોવાથી તેઓ તેમના પર પુન: હૂમલો કરવાની ધમકીઓ આપી હતી. ઘટનાને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

દયાદરા પાસે બે બાઇક સામસામે ભટકાતાં બેનાં મોત : એક ગંભીર

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ સહિત હવે અંકલેશ્વરમાં પણ દીપડાનો આતંક.

ProudOfGujarat

વાવાઝોડાનાં કારણે પાક ધિરાણનું સંપૂર્ણ દેવું તથા લોન માફ કરવા આપ કિસાન સંગઠન દ્વારા ઝઘડિયા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!