Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના વીસા ફળીયામાં જર્જરીત મકાન ધરાશાય થયું.

Share

અંકલેશ્વરના ગોયા બજાર પાસે આવેલ વીસા ફળીયામાં એક જર્જરિત મકાન ધરાશાય થતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ફાયર અને સેનિટેશન વિભાગની ટીમ દોડી આવી કાટમાળ ખસેડયો હતો. આ બનાવમાં ભાડુઆત પરિવારનો બચાવ થયો હતો.

અંકલેશ્વરના વીસા ફળીયામાં એક જર્જરીત મકાન અચાનક ધરાશાય થતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા જોકે  મકાનમાં રહેતા ભાડુઆત પરિવાર બહાર નીકળી ગયો હતો. આ ઘટનાની જાણ નગર પાલિકામાં થતા પાલિકા પ્રમુખ વિનય વસાવા અને ફાયરની ટીમ તેમજ સેનીટેશન વિભાગની ટીમ તાત્કાલીક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ કાટમાળ ખસેડવામાં આવ્યો હતો આ. ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Share

Related posts

સાધના વિધાલય ખાતે પતંગ ચગાવવા અંગે સુચનાઓ અપાઈ

ProudOfGujarat

श्रद्धा कपूर ने एक लीडिंग मैगज़ीन के कवर पर बिखेरा अपनी खूबसूरती का जादू!

ProudOfGujarat

ગુજરાતમાં હવે દારૂનો પતો મેળવવા હવે બીગલ શ્વાન પોલીસને મદદ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!