Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સ્કૂલ બેગમાં દારૂની ડિલિવરી કરતો બુટલેગર ઝડપાયો, 264 બોટલ સાથે ₹1 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

 

ભરૂચ શહેરમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા સક્રિય બનેલી પોલીસને વધુ એક સફળતા મળી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના ‘એ’ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી 264 બોટલ દારૂ સહિત આશરે ₹1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

માહિતી મુજબ, LCBની ટીમ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ બર્ગમેન મોપેડ પર રેલ્વે સ્ટેશન વિસ્તારથી ઇંગ્લિશ દારૂના થેલા ભરી ગોદી રોડ તરફ જવાનો છે. બાતમીના આધારે પોલીસે ગોદી રોડ પાણીની ટાંકી પાસે પંચોની હાજરીમાં વોચ ગોઠવી હતી.

થોડીવારમાં બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને કોર્ડન કરી અટકાવ્યો હતો. તપાસ દરમિયાન સ્કૂલ બેગોમાંથી વિદેશી દારૂની 264 બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગર જાહેર માર્ગો પર સ્કૂલ બેગમાં દારૂ ભરી ટુ-વ્હીલર મારફતે ડિલિવરી કરતો હોવાનું બહાર આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો દમણથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપી હમઝાએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે આ જથ્થો તેના નાના ભાઈ રમઝાન ઇદ્રીશ શેખે મંગાવ્યો હતો.

આ બનાવે અનેક સવાલો ઉભા કર્યા છે. અંકલેશ્વરનો બુટલેગર ભરૂચ શહેરમાં દારૂની ડિલિવરી કરતો હોવાની સ્થાનિક પોલીસને જાણ કેમ ન હતી? શહેરમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક કેટલા સમયથી સક્રિય હતું? અને શું કોઈના આશીર્વાદથી આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો? તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ભરૂચ એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ, ઈ), 81, 98(2) અને 116(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ ફરાર રમઝાન શેખને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ : શિક્ષક દીન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમ કે.જી.એમ હાઈસ્કુલ ઝાડેશ્વર ખાતે યોજવામાં આવ્યો.

ProudOfGujarat

ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ કલા મહોત્સવ સ્પર્ધામાં રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલનો દેવ શાહે પ્રથમ નંબર મેળવી સ્કૂલ ગૌરવ વધાર્યું 

ProudOfGujarat

અંકલેશ્વર : પુનગામે છોકરીને હેરાન કરતા પરિવારે પોલીસ ફરિયાદ નોધાવતા બે જૂથો વચ્ચે સર્જાયું ઢીંગાણું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!