Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ નજીક લખીગામ ખાતે દેવદર્શન કરી બાઈક પર ઘરે જતાં વૃદ્ધનું ઈકો કારની ટક્કરે મોત

Share

 

ભરૂચ

Advertisement

વાગરાના લુવારા ગામના દરજી ફળિયામાં રહેતાં વિશાલ દશરથ ટેલર દહેજ સેઝરમાં આવેલી રાલીઝ ઈન્ડીયા કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. તે નોકરીએ ગયો હતો. તે વેળાં તેના કાકાએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના દાદા ઠાકોર લખુભાઈ ટેલ સવારે 6 વાગે લુવારા ગામેથી તેમની બાઈક લઈને ગંધાર ગામે આવેલાં બલબાઈ માતાના મંદીરે નિત્યક્રમની જેમ દર્શને ગયાં હતાં. જયારંથી તેઓ પરત આવી રહ્યાં હતાં. તે વેળાં લખીગામ પાસે રિલાયન્સ સર્કલ પાસે એક ઈકો કારના ચાલકે પુરઝડપે ધસી આવી ખાલી સાઈડથી તેમના દાદાની બાઈકને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયાં હતાં ઈકો કારના ચાલક રવિન્દ્રસિંહ કિરતારસિંહ સોલંકીએ તેમને તાત્કાલિક સારવાર માટે પોતાની ઈકોમાં બેસાડી બીરલા કોપર કંપનીમાં આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જ્યાં પણ તેમની તબીયતમાં સુધારો ન જણાતાં તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જયાં તબીબે તેમનું મૃત્યુ થયાનું જણાવ્યું હતું. બનાવને પગલે વિશાલ ટેલરે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાય ધરી છે.


Share

Related posts

ભરૂચ જીલ્લા ના વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની બાજુ ના ખેતર માં આગ લાગતા એક સમયે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ..

ProudOfGujarat

નવા સંસદ ભવનમાં સ્પીકરની સીટ પાસે સ્થાપિત થનાર સેંગોલ શું છે? જાણો

ProudOfGujarat

ઝઘડિયા, વાલીયા, નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!