Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જાહેરમાં તલવાર લહેરાવી દહેશત ફેલાવનાર શખ્સ ઝડપાયો : સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં બી-ડિવિઝન પોલીસની તાત્કાલિક કાર્યવાહી

Share

ભરૂચના મોટા ડભોયાવાડ વિસ્તારમાં જાહેરમાં તલવાર લહેરાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું.

મળતી માહિતી મુજબ, 30 મે 2026ની રાત્રે મોટા ડભોયાવાડ વિસ્તારમાં આંતરિક ઝઘડાની ઘટના બની હતી. આ દરમિયાન મલબારી દરવાજા વિસ્તારનો રહેવાસી મોહંમદહુસેન મિયાએહમદ પટવા પોતાના ઘરેથી તલવાર લઈને ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Advertisement

આરોપીએ જાહેરમાં તલવાર લહેરાવી આસપાસના લોકોમાં ભય અને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયો સામે આવતા ભરૂચ શહેર બી-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ જાહેરમાં હથિયારો સાથે દાદાગીરી અથવા કાયદો-વ્યવસ્થાને પડકારતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી છે.


Share

Related posts

સોમવારે કેટલીક ટ્રેનો રદ્દ થશે તો કેટલી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાશે.

ProudOfGujarat

ચુડા તાલુકાની નવી મોરવાડમા બે બાળાના ડુબી જતાં મોત

ProudOfGujarat

ભરૂચ:શ્રી પરશુરામજીની જન્મ જ્યંતી નિમિતે દાંડિયા બજાર સ્થિત ભૃગુરુશી મંદિરે ખાતે ભગવાન શ્રી પરશુરામજીની પૂજાપાઠ કરી મહાઆરતી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!