Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પ્રી-મોન્સૂન વરસાદથી ગરમીથી રાહત, કસક ગરનાળામાં પાણી ભરાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ

Share

 

હવામાન વિભાગની આગાહી બાદ ભરૂચ જિલ્લામાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદ દરમિયાન જિલ્લામાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

Advertisement

જોકે, પ્રથમ જ વરસાદે શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા સામે લાવી દીધી હતી. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. સાથે જ ગટર અને ડ્રેનેજ વ્યવસ્થાની ખામીઓ તેમજ સફાઈ કામગીરીમાં રહેલી ઉણપો પણ સ્પષ્ટપણે જોવા મળી હતી.

શહેરના મુખ્ય કસક ગરનાળામાં ભારે પ્રમાણમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાની સમસ્યાને લઈ સ્થાનિક રહેવાસીઓમાં તંત્રની કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો હતો.

નાગરિકોમાં માંગ ઉઠી રહી છે કે વરસાદી સિઝન શરૂ થાય તે પહેલાં જ ડ્રેનેજ, ગટર અને સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવે, જેથી આગામી દિવસોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.


Share

Related posts

ઝઘડિયાના તવડી ગામે લગ્નમાં કેમ બહુ નાચતો હતો એમ કહીને એક ઇસમને માર માર્યો

ProudOfGujarat

ભરૂચ-વાગરા તાલુકામાં પૂરના પાણીમાં ડુબી જવાની બે ઘટનામાં ત્રણ યુવાનોના મોત : ભરૂચના પરિયેજ ગામે શખ્સ કુદરતી હાજતે ગયો ને પગ લપસતાં ગરકાવ થયો : વાગરાના લીમડી-અંભેલ ગામ વચ્ચે કાંસમાં ન્હાવા પડેલાં બે યુવાનો તણાઈ ગયાં

ProudOfGujarat

દિલ્હીના મુખ્યમંત્રીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઇ વડોદરાના મહારાષ્ટ્રીયન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!