Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિધિવત ચોમાસા પહેલા ઉમરપાડામાં મેઘરાજાનું તોફાની આગમન, ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ : ચમકતી વીજળીના કારણે સમગ્ર વિસ્તાર ધોળા દિવસ જેવો પ્રકાશ ફેલાયો

Share

 

ઉમરપાડા તાલુકામાં વિધિવત ચોમાસાની શરૂઆત પહેલા જ મેઘરાજાએ તોફાની અંદાજમાં આગમન કરતાં સમગ્ર પંથકમાં ભારે વરસાદી માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ અને પ્રચંડ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Advertisement

ખાસ કરીને મધ્યરાત્રિના સમયે આકાશમાં સતત ચમકતી વીજળીના કારણે સમગ્ર વિસ્તાર ધોળા દિવસ જેવો પ્રકાશિત થઈ ગયો હતો. ભારે ગાજવીજ અને વીજળીના અવાજોથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં વરસેલા વરસાદ અને આકાશી વીજળીના દ્રશ્યોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ચોમાસા પહેલા જ મેઘરાજાના આ રૌદ્ર સ્વરૂપે લોકોને ચોંકાવી દીધા છે. હવામાનમાં આવેલા અચાનક બદલાવને કારણે આગામી દિવસોમાં વધુ વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

રતન તળાવ ની આજુબાજુના ઝાડી-ઝાખરા દુર કરવાનુ અભિયાન શરૂ કરાયું…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નાણાં ધીરધારનાં વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ જોગ : સરકારે ઠરાવેલ વ્યાજદરોની મર્યાદામાં ધિરાણ કરવાનું રહેશે.

ProudOfGujarat

ગોધરા: સરદારનગર ખંડ પાસેથી બાઇક સાથે બે ઇસમોની પોલીસે કરી ધરપકડ.ઘરફોડ અને બાઇક ચોરીના ભેદ ઉકેલાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!