Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરમાં જાન્યુઆરીમાં ઝડપાયેલાં ગૌમાંસ કટિંગના કેસમાં પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો

Share

 

અંક્લેશ્વર શહેરમાં ગૌમાંસ કટિંગ અને વેચાણના ઇરાદે સંગ્રહ કરવાના મામલે પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડા દરમિયાન આશરે 130 કિલો ગૌમાંસ સહિત કુલ રૂ.1.13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

પોલીસે આ કેસમાં અબ્દુલ રઝાક ગુલામ રસુલ કુરેશી (ઉ.વ.49) રહે. તાડ ફળિયા, ચૌટાનાકા પાસે, અંક્લેશ્વર, સાહીદ અબ્દુલ રસીદ કુરેશી (ઉ.વ.33) રહે. મુલ્લાવાડ, મદની મસ્જિદ પાસે, અંક્લેશ્વર તથા ઇકલાક એહમદ આશિફ ઇકબાલ રસીદ મલેક (ઉ.વ.15 વર્ષ 2 મહિના) રહે. કાગદીવાડ, દુધીયા પીર દરગાહ સામે, અંક્લેશ્વરને આરોપી તરીકે નોંધ્યા છે. જ્યારે આશિફ ઇકબાલ ઉર્ફે મિન્નુ રસીદ કાદર મલેકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આરોપીઓએ પોતાના રહેણાંક મકાનના નીચેના માળે આવેલા રૂમમાં કોઈપણ પ્રકારની પાસ-પરમીટ કે સક્ષમ અધિકારીની મંજૂરી વગર ગૌમાંસ કાપી વેચાણ કરવાની પ્રવૃત્તિ ચલાવી હતી. પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી 130 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું.

જપ્ત કરાયેલ ગૌમાંસને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું, જ્યાંથી પ્રાપ્ત અહેવાલ મુજબ તે ગૌમાંસ હોવાનું નિશ્ચિત થયું હતું. પોલીસે પ્રતિ કિલો રૂ.170 મુજબ ગૌમાંસની કુલ કિંમત રૂ.22,100 આંકી હતી.

આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી ગૌમાંસ કટિંગ માટે વપરાતા બે ચપ્પા, બે લોખંડના સળીયા, એક લાકડાના હાથાવાળો કુહાડો, ઇલેક્ટ્રિક વજન કાંટો, જીજે-16-વાય-2336 નંબરની ઓટો રિક્ષા, નંબર પ્લેટ વગરનું એક્સેસ મોપેડ તેમજ ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,13,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


Share

Related posts

નબીપુર મદ્રસા એ અલવીયુલ હુસૈની દ્વારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પાલેજમાં ગરીબ પરિવારોને સો જેટલી અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

રાજપારડીમાં મુસ્લિમોએ નમાજ ઘરોમાં અલગ-અલગ પઢી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!