Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના વાંકલ ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને વિકાસના કામો અંગે ગ્રામસભા યોજાઈ

Share

​વાંકલ::
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયત ખાતે સરપંચ અનિતાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગામના વિકાસના કામો, ગટર લાઈનની સુવિધા તેમજ આગામી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
​ગ્રામસભા દરમિયાન તલાટી કમ મંત્રી પ્રિતેશ ચૌધરી દ્વારા સભાનો મુખ્ય એજેન્ડા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે ગત સભાની કાર્યવાહીને બહાલી આપવા, ગામમાં ગટર લાઈન સહીત પ્રગતિ હેઠળના અને આગામી વિકાસના કામો, તેમજ ઘન અને પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ (SWM Rules) અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, ખાતર બનાવવાની પદ્ધતિઓ અને ‘મારું ગામ મારી જવાબદારી’ અભિયાન હેઠળ સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવવા જેવા પર્યાવરણલક્ષી મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
​આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ શૈલેષ મૈસુરીયા, તાલુકા પંચાયત સદસ્ય ઉજાસ ચૌધરી તેમજ ગ્રામ પંચાયતના અન્ય તમામ સદસ્યો હાજર રહ્યા હતા. સભામાં ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અંગે હકારાત્મક ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ ગ્રામસભામાં વાંકલ ગામના મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સહિતના ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભારત સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ 15 જુલાઈએ સુનાવણી કરશે.

ProudOfGujarat

રાજકોટ મનપા દ્વારા ‘આરએમસી ઓન વોટ્સએપ’ ની નવી પહેલ : નાગરિકોને મોબાઈલ પર આપશે ૧૦૦થી વધુ સેવાઓ

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 30 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1892 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!