Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ વન વિભાગ દ્વારા વાંકલ રેસ્ટ હાઉસ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Share

​વાંકલ::

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વાંકલ રેન્જ દ્વારા વાંકલ રેસ્ટ હાઉસ ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રકૃતિનું સંતુલન જાળવવાનો અને વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ લાવવાનો હતો.
​આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. જેમાં વિવિધ JFMC વન સમિતિઓના પ્રમુખો અને મંત્રીઓ,વન વિભાગના રોજમદાર કર્મચારીઓ, બ્રહ્માકુમારી સંસ્થાના પ્રતિનિધિઓ, ક્રિષ્ના સ્કૂલના શિક્ષકગણ તેમજ સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
​કાર્યક્રમની શરૂઆતમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી તમામ લોકોને વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, રેસ્ટ હાઉસના પરિસરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી આશરે ૧૦૦ જેટલા વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વિધિવત વાવેતર કરવામાં આવ્યું હતું.
​કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તજજ્ઞો દ્વારા લોકોને વૃક્ષોના જતન, ગ્લોબલ વોર્મિંગની અસરો, પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વૈવિધ્યના મહત્વ અંગે ગહન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ માત્ર વૃક્ષો વાવવા જ નહીં, પરંતુ તેનું યોગ્ય જતન અને સંરક્ષણ કરવાનો સામૂહિક સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ વાંકલ રેન્જના અધિકારીશઓ અને સ્ટાફના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો

Advertisement

Share

Related posts

ભરૂચ આલ્ફા સોસાયટી ખાતેથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

દુમાલા વાઘપુરા ગામે ત્રણ હજાર કોટન માસ્કનું વિના મૂલ્યે વિતરણ

ProudOfGujarat

ભરૂચના નેત્રંગના મોરિયાણા ગામની નવરંગ વિદ્યા મંદિર શાળાનો સ્લેબ તૂટતા 8 વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!