Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભારતીય ભવન્સ GIPCL એકેડમી, નાનીનરોલી માં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી

Share

​વાંકલ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલી ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વર્ષની વૈશ્વિક થીમ ‘ભૂમિ પુનઃસ્થાપન, રણરોધકતા અને દુષ્કાળ સામે સક્ષમતા’ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
​વિદ્યાર્થીનીઓ દ્વારા સંચાલિત વિશેષ પ્રાર્થનાસભામાં પર્યાવરણ જાગૃતિ અંગે વક્તવ્ય અને કવિતાઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ તુલસી, અરડૂસી અને લીમડા જેવા આયુર્વેદિક છોડના સ્વાસ્થ્યવર્ધક મહત્વ વિશે માહિતી અપાઈ હતી. પર્યાવરણ જાળવણીમાં વાલીઓના સહયોગને બિરદાવવા માટે તેમને ઔષધિય છોડ ભેટ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે આચાર્યશ્રી, સ્ટાફ અને વાલીઓએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી વર્ષભર તેના ઉછેરનો સંકલ્પ લીધો હતો. આચાર્ય વૈભવ અગ્રવાલે દરેકને ઘરઆંગણે ઔષધિય વનસ્પતિ ઉગાડી પૃથ્વીને હરિયાળી અને રોગમુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન સહિતના પદાધીકારેઓ અને અધિકારીઓ મળી કુલ ૧૦ જણ સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટની માંગણી

ProudOfGujarat

અંકલેશ્વર : તીર્થ નગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન આવતા સ્થાનિકોમાં રોષ.

ProudOfGujarat

સુરત-એસએમસીની બેદરકારી આવી સામે ખુલ્લી ગટરની ચેમ્બરમાં ગાય પડી-લોકો ના ટોળા જામ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!