Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં 3106 બેઠકો સામે 7736 અરજીઓ : બે રાઉન્ડમાં હજારો બાળકોને મળ્યો ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ

Share

આરટીઈ યોજના ગરીબ અને વંચિત બાળકો માટે બની આશીર્વાદરૂપ

ભરૂચ :
ભારત સરકારના શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE – Right to Education) અંતર્ગત આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં નિઃશુલ્ક પ્રવેશ આપવાની યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. શિક્ષણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે તે વિચારસરણીને સાકાર કરતી આ યોજના દ્વારા હજારો બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાની તક મળી રહી છે.

Advertisement

આરટીઈ યોજના હેઠળ સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં નિશ્ચિત ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે, જેમાં આર્થિક રીતે નબળા તેમજ વંચિત વર્ગના બાળકોને સંપૂર્ણ નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. આ યોજના હેઠળ વાલીઓને કોઈપણ પ્રકારની ટ્યુશન ફી ચૂકવવાની જરૂર રહેતી નથી. પરિણામે ગરીબ પરિવારોના બાળકો પણ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી સારા શૈક્ષણિક વાતાવરણનો લાભ લઈ શકે છે.

યોજનાનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના બાળકોને સમાન શિક્ષણની તક ઉપલબ્ધ કરાવવાનો છે. શિક્ષણ દ્વારા સમાજમાં સમાનતા, સશક્તિકરણ અને બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે દિશામાં આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને ઉત્તમ શૈક્ષણિક માહોલના કારણે બાળકોના આત્મવિશ્વાસ અને શૈક્ષણિક વિકાસમાં વધારો થઈ રહ્યો છે.

બાળકોની પસંદગી પ્રક્રિયા ગાંધીનગરથી સંપૂર્ણ પારદર્શકતા સાથે કમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. જેના કારણે કોઈપણ પ્રકારની ભેદભાવ કે અનિયમિતતાને સ્થાન મળતું નથી. વાલીઓ દ્વારા ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રાજ્ય સ્તરે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા શાળાઓની ફાળવણી કરવામાં આવે છે.

ભરૂચ જિલ્લામાં વર્ષ 2026-27 માટે કુલ 3106 બેઠકો ઉપલબ્ધ રાખવામાં આવી હતી, જેના સામે કુલ 7736 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જેમાંથી 5628 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જ્યારે જરૂરી આધાર પુરાવા અપૂર્ણ હોવાના કારણે 351 અરજીઓ રદ કરવામાં આવી હતી. ઉપરાંત 1757 અરજીઓ વાલીઓ દ્વારા વિવિધ કારણોસર સ્વૈચ્છિક રીતે પરત ખેંચી લેવામાં આવી હતી.

પ્રથમ રાઉન્ડમાં કુલ 2622 બાળકોની પસંદગી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાંથી 2466 બાળકોને સફળતાપૂર્વક પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે 156 જગ્યાઓ પર વાલીઓએ વિવિધ કારણોસર પ્રવેશ મેળવ્યો નહોતો. ત્યારબાદ બીજા રાઉન્ડમાં કુલ 209 બાળકોની પસંદગી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાંથી 145 બાળકોને પ્રવેશ મળ્યો હતો, જ્યારે 64 જગ્યાઓ ખાલી રહી હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા જણાવાયું છે કે હજુ બાકી રહેલી બેઠકો માટે ટૂંક સમયમાં ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. વાલીઓને સમયસર જરૂરી દસ્તાવેજો તૈયાર રાખી ઓનલાઈન પ્રક્રિયા અંગે સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે સરકારનો પ્રયાસ છે કે કોઈપણ બાળક માત્ર આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણથી વંચિત ન રહે. આરટીઈ યોજના એ ગરીબ અને વંચિત પરિવારોના બાળકો માટે ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાનો સોનેરી અવસર છે.

વધુ માહિતી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પંચાયત ભરૂચના હેલ્પલાઈન નંબર 02642-244210 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


Share

Related posts

નડિયાદ : માલિકની જાણ બહાર લોખંડના સળિયા બારોબાર વેચી નાખ્યા પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી

ProudOfGujarat

નર્મદા જિલ્લા બાર એસો. ચૂંટણીમાં વંદનાભટ્ટ નવમી વખત વાર પ્રમુખ તરીકે ચૂંટાયા.

ProudOfGujarat

કાવીના બંદર રોડ પર દરગાહ પાછળ જુગાર રમતાં 6 ઝબ્બે : એક ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!