Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના કતોપોર બજારમાં દુકાનમાં કર્મચારી પર હુમલો, માલિકના સસરા સામે ફરિયાદ : બચાવવા આવેલા પિતાને પણ માર માર્યાનો આરોપ; જાનથી મારી નાખવાની ધમકી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના કતોપોર બજારમાં આવેલી લેડીઝ કપડાની દુકાનમાં કામકાજ દરમિયાન થયેલા સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાન કર્મચારી અને તેના પિતાને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સૈયદવાડ વિસ્તારમાં રહેતો ફેજ ઇમ્તિયાઝ શેખ (ઉ.વ. 20) છેલ્લા એક વર્ષથી કતોપોર બજારમાં આવેલી નોબલ બ્યુટીક નામની દુકાનમાં નોકરી કરે છે. ગત 10 જૂનના રોજ સાંજે આશરે 6 વાગ્યે દુકાનના માલિકના સસરા ઇમ્તિયાઝ મલેકે વોટ્સએપ પર આવેલા લેડીઝ ડ્રેસના ઓર્ડર માટે ડ્રેસ કાઢી આપવા કહ્યું હતું.

ફેજે ડ્રેસની યોગ્ય સાઇઝ અંગે પહેલા માલિકને ફોન કરીને પુષ્ટિ કરવાની વાત કરતા ઇમ્તિયાઝ મલેક ઉશ્કેરાઈ ગયા હતા. ફરિયાદ અનુસાર, તેમણે ગાળો બોલી ફેજના પેટના ભાગે લાત મારી હતી અને બાદમાં ઢીકા-પાટુનો માર માર્યો હતો. દુકાનમાં હાજર અન્ય કર્મચારીઓ ઝુબેર અને મિનહાજ વચ્ચે પડતા વધુ મારામારી અટકી હતી.

ઘટના બાદ ફેજે પોતાના પિતાને ફોન કરીને બોલાવ્યા હતા. પિતા ઘટના સ્થળે પહોંચીને પુત્રને માર મારવાના કારણ અંગે પૂછતા ઇમ્તિયાઝ મલેક વધુ ઉશ્કેરાયા હતા. આરોપ મુજબ, તેમણે દુકાનમાં રહેલી સેલ્ફી સ્ટિકથી ફેજના પિતાના ડાબા ખભા પર બે ફટકા માર્યા હતા.

આ સાથે બાપ-દીકરાને દુકાનમાંથી નીકળી જવા કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. બાદમાં ફેજના મામા સોહીલ ઘટના સ્થળે આવી ઈજાગ્રસ્ત ફેજને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

આ બનાવમાં ફેજને શરીરે મુઢમાર વાગ્યો છે જ્યારે તેના પિતાને સામાન્ય ઈજા પહોંચી છે. સમગ્ર મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ દુબઇ ટેકરી વિસ્તાર માં આવેલ જી ઇ બી ના ટ્રાન્સફોર્મર માં આચનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

ProudOfGujarat

વડોદરાનાં આજવા રોડ પાસે મકાનમાં જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

બેફામ બની બિન્દાસ અંદાજ માં વિદેશીદારૂ નો જથ્થો ભરી વહન થતી સ્વીફ્ટ કાર ને ઝાડેશ્વર ચોકડી વિસ્તાર માંથી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!