Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ શહેર ના સોનેરી મહેલ રોડ પર ૯૦ લાખ ના ખર્ચે બનાવેલા ગેબિઅન વોલ ના મામલે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિએ જનમત સંગ્રહ કાર્યક્રમ યોજ્યો હતો

Share

જેના પગલે કોંગ્રેસ સમિતિ એ ગેબિઅન વોલ ઉપર શહીદ સ્મારક બનાવવા માં આવે તે માટે સહી ઝુંબેસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો……..
::-ભરૂચ નગર પાલિકા દ્વારા સરકારી જમીન પરથી ૭× કોરીડોર ના ખાનગી જમીન માલિકો માટે ગેરકાયદે પ્રવેશ આપવાનો કારસો રચવામાં આવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે ..દિનપ્રતિદિન ગેબિઅન વોલ ની કામગીરી માં ભ્રષ્ટાચાર થયો હોવાના મામલે લોકો માં રોષ વધી રહ્યો છે..ભરૂચ નગર પાલિકા એ સરકાર ની માલિકી ની સોનેરી મહેલ પાંચબત્તી વાળા ઍતિહાસિક દાંડી માર્ગ ને અડી ને આવેલી અને ત્રણ કરોડ ની જમીન ગેરકાયદેરીતે ખાનગી બિલ્ડર ને નફાકારક બને તે માટે ગેબિઅન વોલ બનાવી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે ..
જેના પગલે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવિવાદ ને લઈને ભરૂચ પાંચબત્તી સર્કલ ખાતે સરકાર જમીન બિલ્ડર ને મફત માં આપવી કે પછી શહીદ સ્મારક માટે ફાળવવી તે માટે સહી ઝુંબેશ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..જેના ભાગરૂપે કોંગ્રેસ સમિતિ એ સામાન્ય પ્રજાની સહીઓ મેળવી જનમત ને કલેક્ટર તેમજ મુખ્યમંત્રી ને આવેદન પત્ર સુપ્રત કરવાની કવાયત હાથધરી હતી……..
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ ના પાંચબત્તી સર્કલ ખાતે એક તરફ કોંગ્રેસ ના કાર્યકરો અને સભ્ય લોકો ને શહેર માં શહીદ સ્મારક બનાવવા ની અપીલ સાથે સહી ઝુંબેશ અભિયાન કરાવી રહ્યા હતા તો બીજી તરફ મીડિયા ના કેમેરાજોઈ કાર્યક્રમ ની આગેવાની લેવા માટે તલ પાપડ બનેલા કૉંગી નેતાઓએ પ્રમુખ બળવંતસિંહ ની હાજરી માં તેઓ ને નજર અંદાજ કરી મીડિયા ને સંભોધતા સવાર સવાર માં કાર્યક્રમ માં હાજર  કૉંગ્રેસ ના શહેર પ્રમુખે મીડિયા કર્મીઓની ઉપસ્થીતી માં કોંગી કાર્યકરો ને પ્રમુખ ના પ્રોટોકૉલ અંગે ના પાઠ ભણાવી અચાનક તેઓનો ઉકળતો ચડુ બતાડી કોંગ્રેસ ની આંતરિક બાબતો ને જાહેરમાં લાવી ચાલુ કાર્યક્રમ માં કાર્યકરો ને શબ્દો નું ઉચ્ચારણ કરી પાર્ટી ના તેમજ પાર્ટી કાર્યકરો ના લીરેલીરા ઉંડાવી દીધા હતા અને થોડા સમય માટે નારાજ થયેલા શહેર પ્રમુખે આખરે મીડિયા ના કેમેરા સમક્ષ તેઓ નું નિવેદન આપી ટાઢક અનુભવી હતી.

Share

Related posts

જંબુસરના ખાનપૂર ખાતેથી ગૌમાંસ ભરેલ પિક અપ ગાડી સાથે ચાર ઈસમોને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

નર્મદામાં અગામી 12 જન્યુઆરીએ આવનાર યુવા ક્રાંતિ યાત્રા સંદર્ભે રાજપીપળામાં યુથ કોંગ્રેસની મિટિંગ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસ હદ વિસ્તારમા આવેલી પાનોલી જીઆઇડીસીની શિવનાથ ઇન્ડ્રસ્ટ્રીશ પ્લોટ નંબર 18 15 કંપનીમાંથી ચોરી થવા પામી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!