Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો : બે ના મોત , 30 ઇજાગ્રસ્ત.

Share

લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા ગામના પાટિયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે રાત્રિના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કુલ બે વ્યક્તિના મોત જેમા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરોને સામાન્ય ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માતના બનાવો બને છે, લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ખાનગી લકઝરી બસમાં 30 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે કાળનો કોળિયો બને છે. આવો જ એક ગોઝારો અકસ્માત આજે વહેલી સવારે લીંબડી-અમદાવાદ હાઇવે પર બન્યો હતો. લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા ગામના પાટિયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો.

ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી લકઝરી બસમાં 30 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મુંબઇથી પોરબંદર તરફ જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાતાં હાઇવે પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયાં હતાં.

Advertisement

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી ગયાં હતાં, જ્યારે આ અકસ્માતની ઘટના બાદ લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ હાઇવે પર ટ્રાફિક પુન: ધમધમતો થયો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

નડિયાદ : ડાકોર ઉમરેઠ રોડ પર સ્કૂલ વાનનું અકસ્માત થતા પાંચને ઈજા.

ProudOfGujarat

કેવડિયામાં ડિજી કોન્ફરન્સ ચાલુ થતા ગરૂડેશ્વર તાલુકાના ગામોના ઘરો પર કાળી ધજા ફરકવાઈ.

ProudOfGujarat

નેત્રંગમાં વાહન પાર્કિંગની સુવિધાનાં અભાવે ટ્રાફિક જામની સમસ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!