Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ડાકોર ઉમરેઠ રોડ પર સ્કૂલ વાનનું અકસ્માત થતા પાંચને ઈજા.

Share

ઉમરેઠ ખાતેની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરત લઇને ફરતી સ્કુલવાનને ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતાં વાહનમાં વાન ઘુસી ગઇ હતી. જેના કારણે વાન ચાલક સહિત ચાર બાળકોને વધતી ઓછી ઇજાઓ થતાં તાત્કાલીક સારવાર માટે ડાકોર સરકાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સ્કુલવાનમાં પંદર જેટલા બાળકો હતા. જોકે અકસ્માત થતાં બાળકોએ ચીસાચીસ કરી મુકી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઘવાયેલા તમામ બાળકો બહાર કાઢયા હતા. ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલ વાન ચાલકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સદનસીબે બાળકોને કોઇ વધુ ઇજા થઇ નહતી જેથી સૌ કોઇને રાહત થઇ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા નદીમાં ગણેશ વિસર્જનની મંજૂરી આપવાની માંગ સાથે અંકલેશ્વરના ગણેશ મંડળના આયોજકોની કલેકટરને રજુઆત

ProudOfGujarat

ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલે તબાહી મચાવતા સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૧ માં ખાલી પડેલ બેઠક ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ના ઉમેદવાર વિજય થતા હર્ષોઉલ્લાસનો માહોલ કોંગી કાર્યકરોમાં છવાયો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!