Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાનાં કતપોર ગામ પાસે NCT ની અંકલેશ્વરનાં ઔદ્યોગિક એફલુએન્ટ વહન કરતી લાઈનમાં થયેલ લીકેજથી પોતાના ખેતરમાં થતા નુકશાન બાબતે ખેડૂતનો આક્રોશ.

Share

અંકલેશ્વરનાં ઔદ્યોગિક એફલુએન્ટની વહન કરતી લાઈનમાં કતપોર ગામની હદમાં 2 મહિનાથી વધુ સમયથી લીકેજ થવાથી ખેડૂત શ્રી દિવ્યેશકુમાર ખુશાલભાઈ પરમારનાં ખેતરમાં નુકશાન થતું હોવાનો આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો છે. શ્રી દિવ્યેશકુમાર ગુમાનભાઈ પરમાર નાં જણાવ્યા અનુસાર “લોકડાઉનનાં સમય પહેલાથી મારા ખેતરમાં NCT ની લાઈનનો લીકેજ થયો છે. એમની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ થયુ છે, છતાં આજ સુધી રીપેર ના થવાથી મારી ખેતી લાયક ફળદ્રુપ જમીન નકામી બની છે. હું ત્યાં ખેડાણ પર કરી શકતો નથી. અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કે જવાબ પણ મળતો નથી. ટુંક સમયમાં રીપેર ના કરવામાં આવે તો હવે હું કાયદાકીય કાર્યવાહી કરીશ.” NCT ના અધિકારી શ્રી ભુપેશ ભાઈનાં કેહવા મુજબ “ખેડૂતનાં ખેતરમાં લીકેજ થયેલ નથી ખેતરની બાજુમાં થયેલ છે અને અમો રીપેર કરીશું”.

Advertisement

Share

Related posts

પંચમહાલ : ઘોઘંબાની ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભયંકર વિસ્ફોટ થતા વિકરાળ સ્વરૂપમાં આગ : 2 ના મોત.

ProudOfGujarat

નડિયાદ ટાઉન પોલીસે બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું.

ProudOfGujarat

ગોધરાનગરવાસીઓ હવે સ્વિમિંગપુલમાં તરવાની મજા માણી શકશે જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!