Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા માર્કેટ સોનતલાવડી ખાતે જુગાર રમતાં ૩ ઝબ્બે : ૨૭ હજારનો મુદ્દામાલ જપ્ત

Share

 

ભરૂચ : ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, નર્મદા માર્કેટ સોનતલાવડી વિસ્તારમાં દુકાનોની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે, જેના પગલે તેમણે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી જુગાર રમતાં ત્રણ જુગારિયાઓને ઝડપી પાડયાં હતાં. તેમના નામ આકાશ દિનેશ દંતાણી, સોહન ઉર્ફે સોમ પ્રવિણ વસાવા તેમજ જયેશ જેન્તી વસાવા હોવાનું માલુમ પડયું હતું. પોલીસે તેમની અંગઝડતીમાંથી તેમજ દાવપર લાગેલાં રોકડા રૂપિયા મળી કુલ ૧૨ હજારથી વધુની રોકડ તથા ૧૫ હજારના બે મોબાઈલ મળી કુલ ૨૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી ની કનોરિયા કેમિકલ કંપની નજીક અજાણ્યા પુરુષની હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રોટા વાયરસની રસી અપાશે.

ProudOfGujarat

અંકલેશ્વરના અડોલ ગામથી શંકાસ્પદ મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!