Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિનોવેટેડ ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ, આરોગ્ય સેવાઓને મળ્યો નવો વેગ

Share

 

ભરૂચ : આરોગ્ય મંત્રી તેમજ ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શનિવારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિનોવેશન કરાયેલા ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરીને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો. મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલમાં ચાલી રહેલા બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી તેમજ ઉપલબ્ધ તબીબી સુવિધાઓ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Advertisement

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અને  અરુણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી  યોગેશ કાપસે તેમજ ડો. કિરણ સી. પટેલ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ તબીબી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા સતત પ્રયત્નશીલ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અમલમાં મુકાયેલો બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ પ્રોજેક્ટ આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.

તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટથી સામાન્ય તથા આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને આધુનિક આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બની રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ અને બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ વચ્ચેનું સંકલન ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે, જ્યાં જટિલ રોગોની સારવાર સહિત ઉચ્ચ કક્ષાની તબીબી સેવાઓ વિનામૂલ્યે અથવા રાહતદરે ઉપલબ્ધ છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં સ્વચ્છતા, આધુનિક માળખાકીય સુવિધાઓ અને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. દર્દીઓને ઝડપી અને અસરકારક સારવાર મળે તે માટે તમામ વિભાગોને વધુ કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે.

અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભરૂચમાં અમલમાં રહેલું PPP મોડલ આરોગ્ય ક્ષેત્રે સફળ સાબિત થશે અને આગામી સમયમાં સમગ્ર ગુજરાત માટે એક અનુકરણીય મોડલ બની રહેશે.


Share

Related posts

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ આપશે નહીં – સી.આર.પાટીલ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર-લખતર વચ્ચે દેદાદરા ગામ પાસે થયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં કેસરોલ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવ દબદબાભેર ઉજવાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!