Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના શૌચાલયમાં સંતાડેલો ૧૭.૮૫ લાખનો ગાંજો ઝડપાયો : શૌચાલયમાં પાટેશનમાં કુલ ૧૮ બંડલો ભરેલી એક બેકપેક અને થેલો મળી આવ્યો હતો

Share

 

વડોદરા પશ્ચિમ રેલવેના સુરત કેમ્પમાં એનડીપીએસ ડેડીકેટેડ ટીમમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં દિનેશજી સોલંકી સુરત રેલવે સ્ટેશને ફરજ પર હતાં. તે વેળાં પ્લેટફોર્મ નંબર ૭ પર પુરી-અમદાવાદ એકસપેસ ટ્રેન આવતાં તેમણે તેમાંથી ઉતરતાં પેસેન્જરો પર વોચ કરતાં હતાં. જોકે, કોઈ ફળદાયક હકિકત નહીં મળતાં તેઓ તમની ટીમ સાથે ટ્રેનમાં ચડી તેમાં ચેકિંગ કરી રહ્યાં હતાં. દરમિયાનમાં અકલેશ્વર સ્ટેશન આવતાં પહેલાં ટ્રેનના કોચ નં. એસ૪ અને એસપના કોરીડોર વચ્ચેના એસ-પના બન્ને શૌચાલયમાં ઉપરના ભાગે એક બંડલ ખાખી સેલોટેપથી લગાડેલું જણાતાં તેમને બન્ને શૌચાલયના પાર્ટેશનમાં તપાસ કરતાં તેમાંથી કુલ ૧૮ ખંડલો તેમજ એક બેકપેક તેમજ એક ઘેલો મળી આવ્યો હતો.

Advertisement

ટીમે તમામ મુદ્દામાલ અંગે ટ્રેનમાં તેના માલીકોને પુછતાં કોઈ માલિક નહી મળતાં તેમણે તે મુદ્દામાલ ભરૂચ રેલવે સ્ટેશને ઉતાર્યો હતો. ટીમે એફએસએલની ટીમને બોલાવતાં સાયન્ટીફીક ઓફિસર ઈન્વેવાનનોએ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં. તેમણે બંડલો ખોલી તેમાં તપાસ કરાવતાં તેમાં વનસ્પતિ જન્ય ગાંજો હોવાનું માલુમ પડયું હતું. ટીમે તમામ મુદામાલની તપાસ કરતાં તેમાં કુલ ૧૭.૮૫ લાખની મતજ્ઞતાનો ૩૫.૭૧૦ કીચા ગાંજો હોવાનું માલુમ પડયું હતં. ટીમે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગાંજાની હેરાફેરી અંગેની ફરિયાદ નોંધી ગાંજો કયાંથી આવ્યો, કોણ લાવ્યું અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો દોર શરુ કર્યો છે.


Share

Related posts

સુરત ના રાંદેર વિસ્તારમાં પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત નિપજ્યું.બાળક ખુલી ટાંકીમાં ક્યારે પડ્યો એ કોઈને અંદાજો નથી…

ProudOfGujarat

જાણો કેમ વાંધો ઉઠાવ્યો ચીને, વડાપ્રધાન મોદીની અરૂણાચલ પ્રદેશની મીટીંગ પર ??

ProudOfGujarat

ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છાત્રાઓનો ગોલ્ડ મેડલ અર્પણ કરી સન્માનિત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!